હાર્દિક પંડ્યાએ ખરીદી Audi A6 કાર, જાણો શું છે તેની કિંમત
મુંબઇઃ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના લૂક્સ અને હેરસ્ટાઇલને કારણે ખૂબ જાણીતો છે. હાર્દિકને હેરસ્ટાઇલની સાથે સાથે તેને કારનો પણ શોખ છે. તેણે તાજેતરમાં જ નવી ઓડી A6 કાર ખરીદી છે.
આ કારના પેટ્રોલ મોડલમાં 1798CCમાં એન્જિન આવે છે જે 190bhpની પાવર પેદા કરે છે જ્યારે ડિઝલ મોડલમાં 1968ccનું એન્જિન લાગેલું છે જે 190bhp પાવર પેદા કરે છે. તે સિવાય તેમાં 7 S tronic ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ લાગેલું છે. આ કારમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવા માટે ફક્ત 8.4 સેકન્ડનો સમય લાગે છે. કારની ટોપ સ્પીડ 231 kmph છે. સેફ્ટી માટે કારમાં એરબેગ્સ, , ABS, EBD જેવા અનેક જબરદસ્ત ફિચર્સ આપવામાં આવ્યા છે.
હાર્દિકે ઓડી A6 35 TDI સેડાન કાર ખરીદી છે. જેની કિંમત 62.81 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ઓડિ ઇન્ડિયાના પ્રમુખ રાહિલ અંસારીએ જાતે જ હાર્દિક પંડ્યાને કારની ચાવી સોંપી હતી. આ કાર પેટ્રોલ અને ડિઝલ એન્જિનમાં આવે છે.