રક્ષાબંધન પર ટીમ ઈન્ડિયાએ આ રીતે યાદ કરી બહેનોને, જુઓ તસવીરો
લંડનઃ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હાલ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ છે અને ખેલાડીઓ તેમની બહેન તથા પરિવારને મિસ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે રક્ષાબંધનના અવસર પર બહેનની ઘણી યાદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે લખ્યું છે કે, યાદગીરી કાયમ રહેશે અને પ્રેમનું બંધન હંમેશા વધુ મજબૂત બને છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વીડિયો શેર કર્યો છે.
શિખર ધવને બહેનો સાથેની તસવીર શેર કરીને લખ્યું છે કે, ફૂલો કાં તારો કા સબકા કહેના હૈ એક હજારોમેં મેરી બહેના હૈ. સારી ઉંમર હંમે સંગ રેહના હૈ, લવ યુ બોથ.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બહેન સાથેની બાળપણની તસવીર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું છે કે વિશ્વની તમામ બહેનોને રક્ષાબંધનની શુભકામના.
- - - - - - - - - Advertisement - - - - - - - - -