ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે ટ્રાન્સજેન્ડરને બહેન બનાવી રાખડી બંધાવી, જાણો વિગત
2007ના T20 વર્લ્ડ કપ અને 2011 વન ડે વિશ્વ કપમાં ભારતની જીતના મુખ્ય સૂત્રધાર રહેલા ગૌતમ ગંભીરે 58 ટેસ્ટની 104 ઈનિંગમાં 4154 રન બનાવ્યા છે. જેમાં 9 સદી અને 22 અડધી સદી ફટકારી છે. જ્યારે 147 વન ડેમાં 11 સદી અને 34 અડધી સદી સહિત 5238 રન બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગંભીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. જેમાં તેની સાથે અબીના અને સિમરન પણ હાજર છે. ગંભીરે ફોટો શેર કરવાની સાથે એક હૃદયસ્પર્શી કેપ્શન પણ લખ્યું છે કે, તેનો પુરુષ કે મહિલા હોવાથી મતલબ નથી. અહીંયા માનવતાનું મહત્વ છે. ટ્રાન્સજેન્ડર સબ્રા આહેર અને સિમરન શેખની રાખડીનો પ્રેમ મારા હાથમાં છે. જેનો મને ગર્વે છે. મેં તો તેમને સ્વીકારી લીધા છે પણ તમે ?
ગંભીરે 37 ટી-20 મેચમાં 932 રન બનાવ્યા છે. જેમાં 7 અડધી સદી પણ સામેલ છે. ગંભીર તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામે રમ્યો હતો.
આ રીતે ગૌતમ ગંભીરે ટ્રાન્સજેન્ડર્સને પણ રક્ષાબંધન મનાવવાનો મોકો આપ્યો હતો. ગંભીરે બે ટ્રાન્સજેન્ડર્સને તેની બહેન બનાવી છે. રક્ષાબંધનના અવસર પર અબીના અહર અને સિમરન શેખ નામની ટ્રાન્સજેન્ડર્સ પાસે રાખડી બંધાવીને એક સારો સંદેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ચુકેલા ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે રક્ષાબંધનનો તહેવાર અનોખા અંદાજમાં મનાવ્યો હતો. તેણે ભાઈ-બહેનના આ પવિત્ર તહેવાર પર તમામ દેશવાસીઓને એક સારો મેસેજ આપ્યો હતો. ગંભીરે માનવતાનું એક મોટું ઉદાહરણ રજૂ કરતાં ટ્રાન્સજેન્ડર્સ પાસે રાખડી બંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -