શિખર ધવનને ટેસ્ટ સિરીઝમાંથી કેમ બહાર કરાયો? જાણો આ રહ્યું મહત્વનું કારણ
સમાચાર પત્રના સંવાદદાતાએ દાવો કર્યો હતો કે તેને ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ જણાવ્યું હતું કે ઘણા ખેલાડી ટીમમાં અનુષ્કાની હાજરીથી ખુશ નથી, ઘણી વખત તે ટીમ મીટિંગમાં પણ સામેલ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ રમી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયામાં બધુ ઠીક નથી ચાલી રહ્યું, ક્યારેક કોચ-કેપ્ટનનો વિવાદ, કેપ્ટનશીપને લઈને વિવાદ અને હવે ટીમમાં પસંદગીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. એક રિપોર્ટ્સ મુજબ, ટીમના ઘણા સીનિયર ખેલાડીઓ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટથી ખુશ નથી. રોહિત શર્માનું ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર વિરાટ કોહલીને અનફોલો કરવાનું અને હવે શિખર ધવનનું ટીમમાંથી બહાર થવું આ મુદ્દાઓને વધારે ભાર આપે છે.
એક સમાચાર પત્રએ દાવો કર્યો હતો કે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વિરાટની પત્ની અનુષ્કા શર્મા અને શિખર ધવનની પત્ની આયશાએ વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદથી શિખર ધવનને ટીમમાંથી બહાર કરાયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઈંગ્લેનન્ડ ટેસ્ટ સીરીઝને બાદ કરતા એશિયા કપમાં શિખર ધવનનું પરફોર્મન્સ સારૂ રહ્યું હતું.
એવો દાવો કરવામાં આવ્યો હતો કે અનુષ્કાએ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શિખર ધવની પત્નીને તેના પરિવારને લઈને કેટલીક વાતો કરી, ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ હતી. ટીમના અન્ય સદસ્યોને પણ આ તકરાર વિશે જાણકારી મળી અને શિખર ધવન ટીમમાંથી બહાર કઢાયો હોવાની ચર્ચા ચાલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -