નવી દિલ્હીઃ ભારતના સ્ટાર બેટ્સમેન શિખર ધવન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલ પોતાનું ઘર વેચવા કાઢ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સમાં ચર્ચા છે કે ધવન ઓસ્ટ્રેલિયા છોડીને ભારત શિફ્ટ થઈ રહ્યો છે.


ધવને ચાર બેડરૂમનું ઘર અંદાજે 8.5થી 9.35 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરમાં વેચવા માટે કાઢ્યું છે. રિઅલ એસ્ટેટ એજન્ટે જણાવ્યું કે, શિખર ધવનની આ પ્રોપર્ટીને લઈને લોકો ખરીદવામાં ખૂબ રસ દાખવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાને ઓ બ્રેન રીઅલ એસ્ટેટના ડેરેન હચીસને જણાવ્યું કે, મંગળવારે અમે આ પ્રોપર્ટી વેચવા માટે મુકી છે અને લોકો તેને ખરીદવા માટે રસ દાખવી રહ્યા છે.



શિખર ધવને આ ખર 2013માં ખરીદ્યું હતું. જ્યાં તે હાલમાં પત્ની એશા ધવન અને ત્રણ બાળકો સાથે રહે છે. ચાર બેડરૂમના આ ઘરમાં ત્રણ બાથરૂમ, સ્વિમિંગ પૂલ, કીચન અને બટલ્સ પેન્ટ્રી છે. ઘરમાં ત્રણ સેપરેટ લિવિંગ ઝોન પણ છે. રીઅલ એસ્ટેટ એજન્ટે જાણકારી આપી કે 18 ઓગસ્ટના રોજ આ પ્રોપર્ટી વેચવામાં આવશે. હચીસનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આ પ્રોપર્ટેીને લઈને 30 લોકોએ પૂછપરછ કરી છે.

શિખર ધવન ક્રિકેટ ભરે ભારતીય ટીમ માટે રમતો હોય પરંતુ તેણે મેલબોર્નને જ પોતાનું ઘર બનાવ્યું છે. રીઅલ એસ્ટેટ એજન્ટ અનુસાર ધવન અંદાજે 100 દિવસ મેલબોર્નમાં રહે છે. જ્યારે બાકીના દિવસ દે દેશની બહાર હોય છે. જોકે હવે જાણકારી મળી છે કે તેની પત્ની એશા અને બાળકો તેની સાથે ભારત રહેવા જવાની ઈચ્છા દર્શાવી છે.