મોહમ્મદ શમીએ શેર કર્યો શિવલિંગનો ફોટો, યૂઝર્સે કહ્યું- ‘સુધરી જા નહીંતર બરબાદ થઈ જઈશ’

શામી હાલ ટીમ ઇન્ડિયા સાથે સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે. જ્યાં 5 જાન્યુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.
પત્ની સાથે ફોટો શેર કર્યા બાદ ટ્રોલ થયેલા શમીના બચાવમાં તેના પિતા આવ્યા હતા. શમીના પિતા તૌસીફ શમીએ કહ્યું હતું કે, તેના દીકરા સામે કેટલાક લોકો એક રણનીતિ મુજબ કામ કરી રહ્યા છે. શમીના પિતાનું ગત વર્ષે નિધન થયું હતું.
શામી અવારનાર સોશિયલ મીડિયા પર પત્ની અને દીકરીનો ફોટો પોસ્ટ કરતો રહે છે.
શમીએ જ્યારે તેના પારંપરિક પરિધાનમાં ફોટો પોસ્ટ કર્યો ત્યારે પણ કેટલાક લોકોએ તેની ટીકા કરી હતી.
શિવલિંગનો ફોટો પોસ્ટ કરવા પર કેટલાક લોકોએ તેને ગાળો પણ આપી છે, તો અમુકે તેને હિંમતવાન કહ્યો છે. એક વ્યક્તિએ લખ્યું કે, તમને જલદી ફતવો મળવાનો છે. ઘણા યુઝર્સે તેને તમામ ધર્મોનું સન્માન કરતો વ્યક્તિ ગણાવ્યો છે.
શમીએ જ્યારે પત્ની સાથે ફોટો શેર કર્યો ત્યારે કેટલાક લોકોએ તેની પત્નીએ ધર્મ મુજબના કપડાં ન પહેરતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ પહેલા પણ શમી ઘણી વખત સોશિયલ સાઇટ પર ટ્રોલ થતો રહ્યો છે. ગયા વર્ષે તેણે પત્ની સાથે ફોટો શેર કર્યો ત્યારે પણ યૂઝર્સે ઘણી ખરી-ખોટી સંભળાવી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યા બાદ કેટલાક યુઝર્સના નિશાના પર આવી હયો છે. શમીએ હેપી ન્યૂ યર 2018 લખેલા પોસ્ટ કરેલા ફોટામાં શિવલિંગ જોવા મળી રહ્યું છે. આ કારણે હવે શમી ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યો છે.
ઘણા યૂઝર્સે શમી પર અભદ્ર કમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિએ શમીની પોસ્ટ પર વાંધો ઉઠાવતા લખ્યું કે, ‘સુધરી જા નહીંતર બરબાદ થઈ જઈશ.’