Indian Flag-Bearers In Asia Games 2023: ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે. એશિયન ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ 23 સપ્ટેમ્બરે હાંગઝોઉમાં યોજાશે. આ ઓપનિંગ સેરેમનીમાં ભારતીય પુરૂષ હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લવલિના બોરગોહેન ધ્વજ વાહક હશે. બુધવારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને હરમનપ્રીત સિંહ અને લવલિના નામને મંજૂરી આપી હતી. એશિયન ગેમ્સમાં 655 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ભારતીય ટુકડી છે.


હરમનપ્રીત સિંહ અને લવલિના ધ્વજવાહક હશે.


અગાઉ નીરજ ચોપરા 2018 જકાર્તા એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજવાહક હતો. લવલીનાએ ટોક્યો ઓલિમ્પિકમાં 69 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે આ વર્ષે નવી દિલ્હીમાં લવલીનાએ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની 75 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરમનપ્રીતની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ડ્રેગફ્લિકર્સમાં થાય છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમે હૉકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એ જીતમાં હરમનપ્રીતે મહત્વની ભૂમિકા ભજવી હતી.


ભારતીય હોકી ટીમની નજર પેરિસ ઓલિમ્પિકની ટિકિટ પર


ભારતીય ટીમના દળ પ્રમુખ ભૂપેન્દ્ર સિંહ બાજવાએ કહ્યું કે આજે અમે ખૂબ વિચાર-વિમર્શ બાદ આ નિર્ણય લીધો છે. આ વખતે એશિયન ગેમ્સ માટે અમારી પાસે બે ફ્લેગ બેરર્સ હશે. અમારા ધ્વજવાહક હોકી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને બોક્સર લવલિના હશે. આ સાથે જ જો ભારતીય હૉકી ટીમ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહેશે તો તે આ વર્ષે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ જશે. આવતા વર્ષે પેરિસ ઓલિમ્પિકનું આયોજન થવાનું છે.


એશિયન ગેમ્સ 2023માં ચીને ભારતીય ફૂટબોલ ટીમને 5-1થી કારમી હાર આપી હતી. સુનીલ છેત્રીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ચીન સામે માત્ર એક જ ગોલ કરી શકી હતી. બંને વચ્ચેની આ મેચ હાંગઝોઉના હુઆંગલોંગ સ્પોર્ટ્સ સેન્ટર સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે હવે આગામી રાઉન્ડમાં પહોંચવા માટે બાંગ્લાદેશ અને મ્યાનમાર સામે જીત મેળવવી પડશે.


બીજા હાફમાં ભારતનો કંગાળ દેખાવ


મેચનો પ્રથમ ગોલ ચીને કર્યો હતો. તેના માટે જાઓ તિયાનીએ 16મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. રાહુલ કેપીએ ઈન્જરી ટાઈમ (45+1મી મિનિટ)માં ભારત માટે પહેલો ગોલ કરીને મેચને બરાબરી પર પહોંચાડી હતી, પરંતુ બીજા હાફમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું