નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટ બ્રેડ હોગે તેની ઓલટાઈમ આઈપીએલ જાહેર કરી છે. યૂટ્યુબ ચેનલ સાથે વાત કરતાં તેણે કહ્યું, આઈપીએલ ટીમ પ્લેઇંગ ઇલેવન પસંદ કરતી વખતે જે માપદંડ ધ્યાનમાં રાખે છે તે મુજબ ટીમ પસંદ કરી છે.
હોગે ઓપનિંગમાં રોહિત શર્મા અને ડેવિડ વોર્નરનો સમાવેશ કર્યો છે. ત્રીજા નંબર વિરાટ કોહલીને સ્થાન આપ્યું છે. જ્યારે ચોથા ક્રમે રિષભ પંતની પસંદગી કરી છે. પંતને પસંદ કરવાનું કારણ આપતાં તેણે કહ્યું, પંત એકદમ સ્વતંત્રતાથી રમે છે અને તે રમતો હોય ત્યારે જોવાની અનોખી મજા આવે છે.
પાંચમા નંબરે તેણે એબી ડિવિલિયર્સ અને છઠ્ઠા ક્રમે મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન આપ્યું છે. આ સિવાય તેણે ટીમમાં પાંચ બોલર્સનો સમાવેશ કર્યો છે.
સાતમા ક્રમે સુનીલ નારાયણ અને આઠમા ક્રમે રાશિદ ખાનની પસંદગી કરી છે. નવમા ક્રમે તેણે મુનાફ પટેલને પંસદ કર્યો છે. મુનાફની પસંદગી પાછળનું કારણ આપતાં તેણે કહ્યું, તે એક ક્વોલિટી બોલર છે. મારી કરિયરમાં મેં પાવરપ્લેમાં જોયેલા સૌથી ઈકોનોમિકલ બોલર પૈકીનો એક છે ઉપરાંત નીચલા ક્રમે બેટિંગ પણ કરી શકે છે.
10મા ક્રમે ભુવનેશ્વર કુમાર અને 11 ક્રમે ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ જસપ્રીત બુમરાહને સ્થાન આપ્યું છે. હોગે તેની પ્લેઇંગ ઇલેવનમાં સુરેશ રૈના, લસિથ મલિંગા, ડેલ સ્ટેન, ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ જેવા ખેલાડીને સ્થાન ન આપતાં આશ્ચર્ય ફેલાયું છે.