IPLમાં તોફાની બેટિંગ કરનારા 20 વર્ષના છોકરાને ભારતીય ટીમમાં સ્થાન, લઈ શકે ધોનીની જગ્યા, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે દિલ્હી ડેરડેવિલ્સ ટીમમાંથી રમી રહેલ રિષભ પંતે આઈપીએલ 2018માં ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે આઈપીએલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમ આ પ્રમાણે છે. વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્તિક, રિષભ પંત, આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર.
ઈંગ્લેન્ડ સામે વન-ડે અને ટી-20 શ્રેણી ન રમનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું પુનરાગમન થયું છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી. અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ એમ ત્રણ સ્પિનરોનો ટીમમાં સમાવેશ કરાયો છે.
બીજી તરફ જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું છે. પહેલા એમ માનવામાં આવતું હતું કે ઈજાને કારણે તેને ટેસ્ટમાં તક નહી મળે. બુમરાહને આયરલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં આંગળીના ભાગે ઈજા થઈ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 ઓગસ્ટથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે.
નવી દિલ્હી: ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની શ્રેણી પૈકીની પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ભુવનેશ્વર કુમારને ઈજાને કારણે સ્થાન મળ્યું નથી જોકે તે ટીમ ઈન્ડિયાની સાથે જ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -