ભરુચઃ પરિવાર ઘરમાં સૂતો હતો અને બે માળનું મકાન થયું ધરાશાયી, યુવતીનું મોત
આ અંગેની વિગતો એવી છે કે, ભારે વરસાદને કારણે ગઈ કાલે રાતે આ બે માળનું જર્જરિત મકાન ધારાશાઈ થયું હતું. રાત્રે 3.30 વાગ્યાની આસપાસ આ મકાન ધરાશાયી થયું હતું. જેને કારણે સમગ્ર વિસ્તારમાં દોડાદોડી અને હાહાકાર મચી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅડધી રાતે મકાન ધરાશાયી થતાં ખખડવાનો અવાજ સાંભળી મકાન માલિક કિશોર રાણા અને તેમના પત્ની કોકિલાબેન ઉઠી ગયા હતા. તેમણે મકાન પડતું જોઇ બુમાબુમ કરી મુકી હતી. જેને લીધે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. બચાવ કામગીરીમાં કેટલાક સ્થાનિકો પણ કાટમાળમાં દબાયા હતાં.
આ અંગે ફાયર વિભાગને જાણ કરતાં ફાયરબ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી. બચાવ કામગીરીમાં ચાર લોકોને જીવતા બહાર કાઢી લેવાયા હતા, જ્યારે એક યુવતીનું મોત થયું હતું. ઘાયલાનો સારવાર માટે ભરુચની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભરૂચઃ શહેરના ફાંટા તળાવ વિસ્તારમાં રાત્રીના સમયે બે માળનું મકાન ધરાશાયી થતાં સૂઈ રહેલો આખો પરિવાર કાટમાળમાં દટાઇ ગયો હતો. ફાયર વિભાગે રેસ્ક્યુ હાથ ધરતાં મકાનના કાટમાળમાંથી પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી એક યુવતીનું મોત થયું હતું.
ફાયરબ્રિગેડે કિશોર રાણાના પુત્ર કૃણાલ રાણાને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. જેમને તાત્કાલિક સારવાર અર્થે ઇમરજન્સી સેવા 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે કાટમાળ નીચે દબયેલા લોકો પૈકી યુવતીનું મોત નિપજ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -