મિતાલી રાજે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની અંગે મોટો ખુલાસો કર્યો, મિતાલીએ કહ્યું કે '2006 થી ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી રમ્યા બાદ હું આ ફોર્મેટામાંથી સન્યાસ લેવાની જાહેરાત કરુ છુ, કેમકે હું આગામી 2021 મહિલા વનડે ક્રિકેટ વર્લ્ડકપની તૈયારીઓ કરી શકું. મારુ સપનુ છે કે હું મારા દેશ માટે વર્લ્ડકપ જીતુ અને તેના માટે હુ મારુ બેસ્ટ આપીશ.
સન્યાસ બાદ મિતાલીએ કહ્યુ કે, સતત અને હંમેશા મળતા બીસીસીઆઇના સપોર્ટની હુ આભારી છુ, હું ભારતીય મહિલા ટી20ને આવનારા દિવસો માટે શુભકામના પાઠવુ છું.
મિતાલી રાજે ત્રણ વખત આઇસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતની કેપ્ટનશીપ કરી છે. 2012, 2014 અને 2016 આઇસીસી મહિલા વર્લ્ડ ટી20માં ભારતીય ટીમની કેપ્ટન રહી ચૂકી છે. 2006માં જ્યારે ભારતીય મહિલા ટીમે જ્યારે તેને પોતાની પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી ત્યારે મિતાલી જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હતી.
મિતાલી રાજના કેરિયરની વાત કરીએ તો, મિતાલીએ 88 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે, જેમાં તેને 2364 રન બનાવ્યા છે. ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારી ખેલાડી મિતાલી રાજ જ છે. એટલું જ નહીં ટી20માં ભારત તરફથી સૌથી પહેલા 2000 રન પણ મિતાલીએ જ પુરા કર્યા હતા.