વડોદરાઃ દવા પી મરી જવાની ધમકી આપી કાર ચાલકે વિદ્યાર્થિની પર ગુજરાર્યો બળાત્કાર, બનાવ્યો અશ્લીલ વીડિયો
આ અંગેની વિગતો એવી છે કે, 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 21 વર્ષીય યુવતીએ સોમવારે સાંજે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. યુનિવર્સિટી પોલીસે આ અંગે તપાસ કરતાં ઘટનાસ્થળેથી સૂસાઇડનોટ મળી આવી હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે યુવતીને શિવપરા વિસ્તારમાં રહેતા જમીલ સોલંકીએ પોતાની જાળમાં ફસાવી હતી. બંને વચ્ચે પરિચય થયો ત્યારે જમીલે પોતાની સાચી ઓળખ છૂપાવી હતી. તેમજ તે પણ હિન્દુ છે અને તેની જ્ઞાતિનો જ છે, તેમ જણાવ્યું હતું. જમીલે પ્રેમજાળમાં ફસાવી યુવતીને મૈત્રી કરાર કરી ત્રણ દિવસ સાથે ણ રાખી હતી. જોકે, યુવતીને જમીલ અંગે સાચી ખબર પડતાં તેણે તમામ સંબંધ તોડી નાંખ્યા હતા.
જોકે, આ પછી પણ જમીલ તેને ધમકાવતો હતો. દરમિયાન યુવતીની સગાઈ અન્ય જગ્યાએ થઈ ગઈ હતી. તેમજ દિવાળી પછી લગ્ન પણ હતા. જોકે, જમીલે તેના મંગેતરને ફોન કરીને ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે મંગેતરે યુવતીને વાત કરતાં તે ડરી ગઈ હતી અને પોતાના ઘરમાં આપઘાત કરી લીધો હતો.
લવજેહાદનો ભોગ બનાવનાર જમીલ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે જમીલ સોલંકીની ધરપકડ કરી લીધી છે. જમીલ ઉપરાંત યુવતીએ સૂસાઇડ નોટમાં ચાર લોકોનો ઉલ્લેખ કર્યો છે, તે તેની માતા અસમાબેન, જમીલના મિત્ર અને વકીલ સામે પણ ફરિયાદ નોંધી છે. યુનિવર્સીટી પોલીસે આરોપી જમીલ સામે 306.376. 343.506 (2) 114 મુજબ ફરિયાદ નોંધી છે.