હોકી એશિયા કપ: ભારતે બાંગ્લાદેશને 7-0થી આપ્યો પરાજય
શુક્રવારે રમાયેલી મેચમાં ભારત તરફથી હરમનપ્રીત સિંહે 2, ગુરજંત સિંહ, અક્ષદીપ સિંહ, લલિત ઉપાધ્યાય, અમિત રોહિદાસ અને રમણદીપ સિંહે 1-1 ગોલ નોંધાવ્યા હતા. પહેલા ક્વાર્ટરમાં ભારતે ઉમદા ત્રણ ગોલ નોંધાવ્યા હતા. સાતમી મિનિટે ગુરજંત સિંહે ફીલ્ડ ગોલ કરી સરસાઈ અપાવી હતી. 11મી મિનિટે શાનદાર સ્ટિક વર્ક દ્વારા અક્ષદીપે ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. જ્યારે 13મી મિનિટે લલિત ઉપાધ્યાયે જબરદસ્ત ફીલ્ડ કરી ભારતને 3-0થી સરસાઈ અપાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઢાકાઃ ભારતીય હોકી ટીમે એશિયા કપ ટુર્નામેન્ટમાં સળંગ બીજો વિજય પ્રાપ્ત કર્યો છે. શુક્રવારે ભારતીય ટીમે યજમાન ટીમ બાંગ્લાદેશને 7-0થી પરાજય આપ્યો હતો. ઢાકામાં યોજાઈ રહેલા એશિયા કપમાં બુધવારે પોતાની પહેલી મેચમાં ભારતે જાપાનને 5-1થી પરાજય આપ્યો હતો. આ વિજય સાથે ભારતીય ટીમ ગ્રૂપ-એમાં 6 પોઇન્ટ્સ સાથે પ્રથમ ક્રમે છે. હવે 15 ઓક્ટોબરે પોતાની અંતિમ ગ્રૂપ મેચમાં ભારતની ટક્કર તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે થશે.
જ્યારે બીજા ક્વાર્ટરમાં પણ ભારતનો દબદબો રહ્યો હતો. 20મી મિનિટમાં અમિત રોહિદાસના ગોલથી ભારત 4-0થી આગળ થઈ ગયું હતું, ત્રીજા ક્વાર્ટરમાં પણ બાંગ્લાદેશ એક પણ ગોલ કરી શક્યું નહોતું. મેચમાં કુલ 13 પેનલ્ટી કોર્નરમાંથી 2ને જ ભારતીય ટીમ ગોલમાં ફેરવવામાં સફળ રહી હતી. ભારતને 7-0થી સરસાઈ અપાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -