નવી દિલ્લી: મીરા ચાનુ બાદ ભારતની દીકરી પ્રિયા મલિકે શાનદાર પ્રદર્શન કરીને જીત પ્રાપ્ત કરી છે.પ્રિયાએ જીત પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે.
ભારતીય રેસલર પ્રિયા મલિકે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે હંગેરીમાં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે.
મીરા બાદ પ્રિયાનું શાનદાર પ્રદર્શન
એક દિવસ પહેલા ભારત માટે મીરા બાઇ ચાનુંએ ટોકિયો ઓલ્મપિકમાં વેટલિફ્ટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જિત્યો, તો હવે પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનમાં ગોલ્ડ મેળવીને ભારતને વધુ એક ગૌરવ અપાવ્યું છે.
સ્પોર્ટસ સ્કૂલથી મેળવી હતી તાલીમ
પ્રિયા મલિક હરિયાણાના જીંદ જિલ્લાના નીડાની રહેવાસી છે. તેમણે ચૌધરી ભરત સિંહ મેમોરિયલ ખેલ સ્કૂલ નિડાનીની સ્ટૂડન્ટ છે. પ્રિયાના પિતા જયભવાની ઇન્ડિયન આર્મીથી નિવૃત થઇ ચૂક્યા છે.
કોચ અંશુએ આપ્યો પ્રિયાને સાથ
પ્રિયા મલિકની સફળતા પાછળ તેમના કોચ અંશુ મલિકનો મોટો રોલ છે. પ્રિયા મલિકએ વર્ષ 2020માં નેશનલ સ્કૂલ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉપરાંત આ પહેલા પટનામાં આયોજીત રાષ્ટ્રીય કેડેટ કુશ્તા સ્પર્ધામાં પણ તેમણે ગોલ્ડ જિત્યું હતું. પ્રિયા મલિક આ જીતથી ખૂબ ખુશ છે. જો કે પ્રિયા મલિકે કહ્યું કે, તેમનું સપનુ ઓલ્મપિકમાં ભારતને રિપ્રેઝ્ન્ટ કરવાનું છે.
ટોકિયો ઓલ્મપિકની વાત કરીએ તો ટોકિયો ઓલ્મપિકમાં 25 જુલાઇનો દિવસ મહત્વનો રહ્યો.આજે મનિકા બત્રાએ શાનદાર જીત હાંસિલ કરી છે. તો મેરીકોમે પણ વિજય મેળવ્યો છે.
ટોકિયો ઓલ્મપિકમાં 25 જુલાઇનો દિવસ મહત્વનો રહ્યો.આજે મનિકા બત્રાએ શાનદાર જીત હાંસિલ કરી છે. તો મેરીકોમે પણ વિજય મેળવ્યો છે. સ્ટાર બોક્સર મેરીકોમે શાનદાર પ્રદર્શન કર્યું, 38 વર્ષિય આ બોક્સરે તેનો પહેલો મેચ જીતી લીધો છે. રાઉન્ડ 32ના મુકાબલે તેમણે હર્નાડિઝ ગાર્સિયાને હરાવી, મેરીકોમે અંતિમ 16માં પ્રવેશ કરી લીધો છે. પ્રિયા મલિકે જીતનો શ્રેય તેમના કોચ અંશુ મલિકને આપ્યો છે.