વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ 5 જૂનના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમશે. ત્યાર બાદ બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે, ત્રીજી ન્યૂઝીલેન્ડ સામે અને ભારત-પાકિસ્તાનની રોમાંચક મેચ 16 જૂનના રોજ માન્ચેસ્ટરમાં રમાશે. તો ક્રિકેના રસીકો તૈયાર થઈ જશો આ મહામુકાબલા માટે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ 14 જુલાઈએ લંડનના લોર્ડસ ગ્રાઉન્ડ પર રમાશે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી.