ન્યૂઝીલેન્ડ સામે T-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, પંડ્યા બ્રધર્સનો સમાવેશ, ધોનીની વાપસી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટી-20 શ્રેણીમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંનેનો ટીમમાં સમાવેશ કરાયો છે. રિષભ પંત અને દિનેશ કાર્તિકને પણ ટી-20 શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલો લોકેશ રાહુલ ટી-20 ટીમમાં સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલિલ અહમદ.
નવી દિલ્હીઃ બીસીસીઆઈ દ્વારા ન્યૂઝીલેન્ડમાં ફેબ્રુઆરીમાં રમાનારી ત્રણ મેચની T-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ વાત એ છે કે મહેન્દ્રસિંહ ધોનીનો ફરી ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 ટીમમાં ધોનીને સ્થાન ન મળતા એવી ચર્ચા હતી કે ધોનીનો હવે ટી-20માં સમાવેશ નહીં કરવામાં આવે અને તે ફક્ત વન-ડેમાં જ ધ્યાન આપશે. ધોનીને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ટી-20 ટીમમાં વિકેટકિપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -