ઇન્ડોનેશિયામાં આવેલી ભયાનક સુનામીથી આખેઆખા ગામો કાટમાળ નીચે દબાયા, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુનામીની એક જ ઝપેટમાં 281 લોકો સમુદ્રમાં વહી ગયા હતા. સુનામીની આ લહેરો 15 થી 20 મીટર ઉંચી હતી, જેના કારણે કોઇને પણ બચવાનો મોકો મળ્યો નહી.
ઇન્ડોનેશિયામાં 'ચાઇલ્ડ ઓફ ક્રાકાટોઆ' જ્વાળામુખી ફાટ્યા બાદ ભીષણ તબાહી થઇ. સ્થાનિક સમયાનુસાર શનિવારે રાત્રે લગભગ 9.30 વાગે દક્ષિણી સુમાત્રા અને પશ્ચિમી જાવાની પાસે સમુદ્રની ઉંચી લહેરો આસપાસની એરિયામાં ફરી વળી.
એક રિપોર્ટ અનુસાર સુનામીથી લગભગ એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે 11 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. જોકે, જ્વાળામુખી હજુ પણ સક્રિય છે, જેના કારણે આજુબાજુ રહેનારા લોકોને હજુ પણ ચેતાવણી આપવામાં આવી છે, કેમકે સુનામી ફરીથી આવી શકે છે.
નવી દિલ્હીઃ ઇન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ આવેલી સુનામીએ તારાજી સર્જી છે, લગભગ 280થી વધુ લોકો સમુદ્રની લહેરોમાં ક્યાંય તણાઇ ગયા છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત અને લાપતા થયાના સમાચાર છે. શનિવારે રાત્રે આવેલી આ ભયાનક સુનામીમાં જાવા અને સુમાત્રાના ગામો અને લોકપ્રિય ટૂરિસ્ટ સ્થળો પર ભારે નુકશાન થયુ છે. આખા ગામો કાટમાળ નીચે દબાઇ ગયા છે. અહીં સુનામીના કેરની વાયરલ થયેલી કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -