INDvAFG: શિખર ધવને રચ્યો ઈતિહાસ, લંચ પહેલા સદી ફટકારનારો પ્રથમ ભારતીય બન્યો, જાણો કોણે સૌપ્રથમ બનાવ્યો હતો આવો રેકોર્ડ
માજિદ ખાનના રેકોર્ડ પછી આવો રેકોર્ડ બનવામાં ફરી 40 વર્ષ વીતી ગયા હતા. 2016-17માં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે સિડનીમાં પાકિસ્તાન સામે 100 રન બનાવ્યા હતા. ઈનિંગમાં તેણે 113 રન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં સદી ફટકારવાની સૌથી પહેલી ઘટના 1902માં બની હતી. ઓસ્ટ્રેલિયાના વિક્ટર ટ્રમ્પરે ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં 103 રન બનાવ્યા હતા.
જે પછી આવી બીજી ઘટના 1926માં બની હતી. ઓસ્ટ્રેલિયાના ચાર્લી મેકકાર્ટનીએ ઈંગ્લેન્ડ સામે લીડ્સમાં 112 રન બનાવ્યા હતા.
બ્રેડમેને સદી ફટકાર્યા બાદ આવો રેકોર્ડ બનવામાં 46 વર્ષ વીતી ગયા હતા. 1976-77 કરાચીમાં પાકિસ્તાનના માજિદ ખાને 112 રન બનાવ્યા હતા. તે સમયે આવો રેકોર્ડ બનાવનારો તે પ્રથમ એશિયન ક્રિકેટર બન્યો હતો.
ઓસ્ટ્રેલિયાના જ મહાન ક્રિકેટર ડોન બ્રેડમેન 1930માં આવી સિદ્ધી મેળવી હતી. તેમણે ઈંગ્લેન્ડ સામે લીડ્સમાં 105 રન બનાવ્યા હતા. મેચમાં તેમણે 334 રનની ઈનિંગ રમી હતી.
ધવને ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પ્રથમ સત્રમાં જ સદી ફટકારવાની સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. તે આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. ધવન પહેલા પાંચ ક્રિકેટરો આ સિદ્ધી મેળવી ચૂક્યા હતા. જેમાંથી ચાર ઓસ્ટ્રેલિયાના અને એક પાકિસ્તાનનો છે.
બેંગ્લોરઃ શહેરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે લંચ બ્રેક સમયે વિના વિકેટના નુકસાન પર 158 રન બનાવી લીધા છે. શિખર ધવને આક્રમક બેટિંગ કરી હતી. લંચ બ્રેક વખતે ધવન 104 રને રમતમાં હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -