✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

INDvAUS એડિલેડ ટેસ્ટઃ 2003 અને 2018ની જીતમાં આ રહી કોમન વાત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Dec 2018 03:51 PM (IST)
1

2003 અને 2018ની જીતમાં બંને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનો અનુક્રમે રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પૂજારાએ કરેલી ધીરજભરી બેટિંગના કારણે જ ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. 2003માં રાહુલ દ્રવિડ જ્યારે 2018માં ચેતેશ્વર પૂજારા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા હતા.

2

2003માં રમાયેલી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ રિકી પોન્ટિંગના 242 રનની મદદથી 556 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના જવાબમાં ભારતે ‘ધ વોલ’ રાહુલ દ્રવિડના 233 અને વીવીએસ લક્ષ્મણના 148 રનની મદદથી 523 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં અજીત અગરકરે ઘાતક બોલિંગ કરતાં ઓસ્ટ્રેલિયા 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને મેચ જીતવા 229 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં પણ રાહુલ દ્રવિડે અણનમ 72 રનની ઈનિંગ રમી ટીમ ઈન્ડિયાને 4 વિકેટથી જીત અપાવી હતી. આ મેચમાં રાહુલ દ્રવિડની બેટિંગના કારણે જ ભારતને જીત મળી હતી.

3

2018માં 6-10 ડિસેમ્બરના રોજ રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો 31 રને વિજય થયો હતો. ભારત પ્રથમ ઈનિંગમાં 250 રન બનાવી શક્યું હતું. જેમાં રાહુલ દ્રવિડની નિવૃત્તિ બાદ બીજી ‘ધ વોલ’ તરીકે ઓળખાતાં ચેતેશ્વર પૂજારાએ 123 રનની ક્લાસિક ઈનિંગ રમી હતી. બીજી ઈનિંગમાં ભારત 307 રન બનાવી ઓલઆઉટ થયું હતું અને તેમાં પણ પૂજારાએ ટીમ ઈન્ડિયા તરફથી સર્વાધિક 71 રનનું યોગદાન આપ્યું હતું.

4

એડિલેડઃ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરી છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 31 રને વિજય મેળવ્યો હતો. ભારતની જીતમાં ચેતેશ્વર પૂજારા અને બોલરોના ઘણો મહત્વપૂર્ણ રોલ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 2003માં એડિલેડમાં રમાયેલી ટેસ્ટમાં 4 વિકેટથી જીત મેળવી હતી. આ બંને જીતમાં એક વાત કોમન હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • INDvAUS એડિલેડ ટેસ્ટઃ 2003 અને 2018ની જીતમાં આ રહી કોમન વાત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.