બેંગલુરુઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી અને અંતિમ T20 આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. રવિવારે રમાયેલી પ્રથમ ટી20માં પ્રવાસી ટીમે છેલ્લા બોલ પર 3 વિકેટથી જીત મેળવી હતી. હાલ બે મેચની ટી20 સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયાએ સીરિઝ ડ્રો કરવા માટે કરો યા મરોના મુકાબલો બની ગયો છે.

વાંચોઃ શ્રીલંકાને 1996નો વર્લ્ડ કપ જીતાડનારા આ ખેલાડી પર ICCએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે મામલો

ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 કલાકે ટોસ થશે અને 7.00 વાગ્યાથી મેચ શરૂ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ 1 પરથી થશે. જ્યારે હિન્દી કોમેન્ટ્રી સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર પરથી જોઈ શકાશે.

વાંચોઃ મોદીએ લોકાર્પણ કરેલી 800 કિલો વજનની શ્રીમદ ભગવદ્ ગીતાની શું છે ખાસિયત, જાણો વિગત

બંને ટીમો આ પ્રમાણે છે

ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કંડેય

પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા મુદ્દે અમિત શાહે શું કહ્યું? જુઓ વીડિયો


ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિંચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, પેટ કમિન્સ, એલેક્સ કેરી, જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ, પીટર હેન્ડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, ગ્લેન મેક્સવેલ, જાય રિચર્ડસન, કેન રિચર્ડસન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર અને એડમ ઝમ્પા

પુલવામાનો બદલોઃ ભારતીય વાયુસેનાની કામગીરીને ગુજરાત ભાજપે વધાવી, જુઓ વીડિયો


ભારતે લીધો પુલવામા હુમલાનો બદલોઃ POKમાં જઈ વાયુસેનાએ આતંકી ઠેકાણા બોમ્બથી ઉડાવી દીધા, જુઓ વીડિયો