બર્મિંગહામઃ વર્લ્ડકપના 40માં મુકાબલામાં આજે ભારત-બાંગ્લાદેશની ટક્કર છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયામાં કેદાર જાધવના સ્થાને દિનેશ કાર્તિક અને કુલદીપ યાદવના સ્થાને ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકની ટીમમાં એન્ટ્રી થવાથી ટીમ ઈન્ડિયા માટે અનોખો સંયોગ સર્જાયો છે.

કાર્તિકને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હોવાથી ભારત વર્લ્ડકપમાં પ્રથમ વખત ત્રણ આંતરરાષ્ટ્રીય વિકેટકિપર સાથે રમી રહ્યું છે. ધોની અને પંત પહેલાથી જ ટીમમાં હતા, જ્યારે આજની મેચમાં દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યો છે.

લોકેશ રાહુલે આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા વિકેટકિપિંગ કર્યું હતું. તે રીતે જોવા જઈએ તો ટીમ ઈન્ડિયા ત્રણ નહીં પણ ચાર વિકેટકિપર બેટ્સમેન સાથે રમી રહ્યું છે.


વર્લ્ડકપ INDvBAN મેચનો સ્કોર જાણવા અહીં કરો ક્લિક

નીતિન પટેલે બજેટ રજૂ કરતી વખતે શું કર્યો મોટો દાવો? જુઓ વીડિયો