IndvEng: પ્રથમ ટેસ્ટમાં હાર છતાં આ લિસ્ટમાં સચિન-દ્રવિડથી આગળ નીકળ્યો કોહલી, જાણો વિગત
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બંને ઈનિંગમાં સંઘર્ષપૂર્ણ બેટિંગ પાણીમાં ગઈ. સામા છેડેથી સમર્થન ન મળવાના કારમે ટીમમાં ઘણા પ્રયત્નો બાદ પણ તે ભારતને જીત ન અપાવી શક્યો. કોહલીએ મેચમાં કુલ 200 રન બનાવ્યા. પ્રથમ ઈનિંગમાં 149 અને બીજી ઈનિંગમાં 51 રન બાવી ટીમને જીતની નજીક લાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેસ્ટમાં 200 રન બનાવ્યા હોવા છતાં ટીમને જીત ન અપાવી શક્યો પરંતુ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ધ વોલ રાહુલ દ્રવિડથી આગળ નીકળી ગયો છે. વિરાટે એક ટેસ્ટમાં ભારત માટે સર્વાધિક 11 વખત 200 કે તેથી વધારે રન બનાવનારો બેટ્સેમન બની ગયો છે.
મુલતાનનો સુલતાન સેહવાગ 9 વખત મેચમાં 200 કે તેથી વધુ રન બનાવી હવે ત્રીજા નંબરે આવી ગયો છે.
આ પહેલા સચિન અને દ્રવિડ બંને સંયુક્ત રીતે 10-10 વખત 200 કે તેથી વધુ રન બનાવી પ્રથમ નંબરે હતા.
ચોથા નંબરે સુનીલ ગાવસ્કર છે. તેણે 6 વખત મેચમાં 200 કે તેથી વધુ રન બનાવવાની સિદ્ધી મેળવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -