અમેરિકાની નદીમાં નાવડી લઇને ફરી રહ્યો હતો શખ્સ, વાવાઝોડું આવ્યું ને સમુ્દ્રમાં થઇને પહોંચી ગયો રશિયા, જાણો પછી શું થયું
જોક, અહીં નાવિક જોનને રશિયાના બોર્ડર ગાર્ડ્સે પકડી લીધો હતો. બાદમાં જોનને ખબર પડી કે તે સમુદ્રી તોફાનના કારણે અમેરિકાથી રશિયા પહોંચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટના એવી છે કે, અમેરિકન નાગરિક જોન માર્ટિન ત્યાંની અલાસ્કા યૂકોન નદીમાં નાવડી લઇને ફરી રહ્યો હતો, દરમિયાન તે થોડે દુર સુધી ગયો અને અચાનક હવામાન ખરાબ થઇ ગયું.
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જાખારોવે વધુમાં કહ્યું કે, સ્થાનિક અધિકારી તેને સલામત રીતે યુકોત્કાની રાજધાની અનાદિર મોકલી દેશે. અમેરિકાન દૂતાવાસે પણ નાવિક જોનને પોતાના દેશમાં પહોંચાડવા માટે જરૂરી દરેક મદદ કરવાની વાત કરી હતી.
રશિયાના વિદેશ મંત્રીએ એક નિવેદન આપીને જણાવ્યું કે, બોર્ડર પોલીસે અમેરિકન નાવિક જોન માર્ટિનની યુકોત્કા પ્રાંતના લવરેન્તિયા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે, આ વિશે અમેરિકન દૂતાવાસને જાણ પણ કરી દેવામાં આવી છે.
ખરાબ હવામાનના કારણે જોરદાર વાવાઝોડું આવ્યું અને નાવિક જોન માર્ટિન તણાઇને રશિયા સ્થિત બેરિંગ સમુદ્રમાં પહોંચી ગયો, લગભગ બે અઠવાડિયા પછી જ્યારે તેને સમુદ્ર કિનારેની જમીન પર પગ મુક્યો ત્યારે તે ખબર પડી કે આ અમેરિકા નહીં પણ રશિયાની જમીન છે.
મોસ્કોઃ રશિયા અને અમેરિકાની વચ્ચે એક વિચિત્ર ઘટના ઘટી છે. અમેરિકાનો એક નાગરિક ભૂલથી રશિયા પહોંચી ગયો, આ વ્યક્તિ રશિયામાં ગેરકાયદેસર રીતે નહીં પણ એક ભૂલથી સીમા પાર પહોંચી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -