નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાઈ રહેલી વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઈનલમાં કિવી ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્લેઈંગ ઈલેવનમાં શમીને ન સમાવતાં સોશિયલ મીડિયા ચર્ચા શરૂ થઈ છે. પરંતુ શમી મેદાન બહાર ફરી એક વખત વિવાદમાં ફસાઈ શકે છે. વર્લ્ડકપમાં શમીના શાનદાર પ્રદર્શન વચ્ચે એક મહિલાએ તે સતત મેસેજ કરતો હોવાનો આરોપ લગાવ્યો છે.




શમીએ એક અજાણી મહિલાને ઈન્સ્ટાગ્રામ પર ગુડ આફટરનુનો મેસેજ મોકલ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર સોફિયા નામની અજાણી મહિલાએ મેસેજનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું, શમી જેવો લોકપ્રિય ખેલાડી આવા મેસેજ કેમ મોકલે છે.



સ્કીન શોટની સાથે મહિલાએ મેસેજમાં લખ્યું, કોઈ કહી શકશે કે 1.4 મિલિયન ફોલોઅરવાળો આ ક્રિકેટર આવા મેસેજ કેમ મોકલી રહ્યો છે? આ સ્ક્રીનશોટ વાયરલ થયો હતો અને ટ્વિટર પર તેને લઈ ચર્ચા શરૂ થઈ હતી.



કેટલાક યૂઝર્સે શમીની પત્ની હસીન જહાંના આરોપની યાદ અપાવી હતી તો કેટલાકે સવાલ કર્યો કે શમીમાં મેસેજમાં આખરે ભૂલ શું છે.

વર્લ્ડકપ સેમિ ફાઇનલ INDvNZ: મેદાનમાં ઉતરતાં જ ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત

હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 km

INDvNZ સેમિ ફાઈનલઃ હવે ફરી ન્યૂઝીલેન્ડ બેટિંગ ન કરે તો ભારતને કેટલો મળે ટાર્ગેટ, જાણો વિગત