નવી દિલ્હીઃ ગઇકાલે આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ મેચ રમાઇ, આ મેચમાં પાકિસ્તાને વર્લ્ડકપમાં ક્યારેય ના જીતવાનો પોતાનો સિલસિલો તોડતા શાનદાર જીત મેળવી. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની બેટિંગ સામે ભારતીય બૉલરો ઘૂંટણીયે પડી ગયા અને આખરે મેચમાં પાકિસ્તાને જીતી લીધી. મેચ જીત્યા બાદ ભારતીય ફેન્સ એકબાજુ નિરાશ દેખાયા તો બીજીબાજુ પાકિસ્તાનમાં જોરદાર જશ્નનો માહોલ જોવા મળ્યો. હવે આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે એકદમ ફની છે, જેમાં કેપ્ટન કોહલી હાર બાદ ગુસ્સે થયેલો દેખાઇ રહ્યો છે.


ટ્વીટર પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે,જેમાં મેચ હાર્યા બાદ કેપ્ટન કોહલી ખુબ ગુસ્સામાં દેખાઇ રહ્યો છે. ''தோனியின் பட்டறை👷- @Dhoni_workshop'' ટ્વીટર હેન્ડલ પરથી એક ફની વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જે વીડિયો પ્રમાણે, સાઉથની ફિલ્મની થીમ પર કેપ્ટન વિરાટ કોહલી હાર બાદ ટીમના દરેક સભ્યોને મારી રહ્યો છે, આ દરમિયાન રોહિત શર્મા સંતાઇને સુઇ જાય છે,તો મેન્ટર બનેલો ધોની ભાગવાની કોશિશ કરતો દેખાઇ રહ્યો છે. 






T20 World Cup, India vs Pakistan: ટી20 વર્લ્ડકપમાં આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 152 રનના પડકારને પાકિસ્તાને  17.5 ઓવરમાં વિના વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. બાબર આઝમ 68 રન અને મોહમ્મદ રિઝવાન 79 રને અણનમ રહ્યા હતા. ભારતના બોલરો એકપણ વિકેટ લઈ શક્યા નહોતા..


ભારતની હારના કારણો


ઓપનિંગ જોડી નિષ્ફળઃ ભારતને જેના પર સૌથી ભરોસો હતો તેવા ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડી નિષ્ફળ ગઈ હતી. રોહિત તો ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો, જ્યારે રાહુલ 3 રન બનાવી આઉટ થયો હતો. બંને ઓપનરોની ડાબોડી સ્વિંગ બોલર સામે રમવાની નબળાઈ ફરી સામે આવી હતી.


વધુ પડતો આત્મ વિશ્વાસ નડ્યોઃ ટીમ ઈન્ડિયાને ખેલાડીઓ આજની મેચ પહેલા વધુ પડતા આત્મવિશ્વાસમાં હતા. તેઓ પાકિસ્તાનને હલકામાં લેતા હતા પરંતુ પાકિસ્તાને ભારતને પછાડવાની તમામ તૈયારી કરી હતી અને છેક સુધી વ્ચૂહરચના પ્રમાણે જ રમ્યા હતા.


કોહલીને સામા છેડેથી સાથ ન મળ્યોઃ કોહલીએ એક છેડો સાચવી રાખ્યો હતો. પરંતુ રિષભ પંતને બાદ કરતાં પાછળના બેટ્સમેનો જાડેજા અને પંડ્યા આક્રમક બેટિંહગ ન કરી શક્યા. જેના કારણે ભારત 160નો સ્કોર ન બનાવી શક્યું.


બોલર્સ પણ પાણીમાં બેસી ગયાઃ બુમરાહ, શમી, જાડેજા, અને મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તી  પણ કોઈ કમાલ કરી શક્યા નહોતા. 10 ઓવરમાં જ પાકિસ્તાને વિના વિકેટે 71 રન બનાવીને જીતનો પાયો નાંખી દીધો હતો. ભુવનેશ્વર કુમારને ટીમમાં લેવામાં આવતાં ઘણાને આશ્ચર્ય થયું હતું. ભારતીય બોલર્સ પાકિસ્તાનના બોલર્સની જેમ સ્લો બોલ કે યોર્કર બોલ ફેંકવામાં નિષ્ફળ ગયા હતા.


કોહલીના નામે નોંધાયો ભૂંડો રેકોર્ડ- 
ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હાર સાથે જ કોહલીના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. કોહલી વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હારનારો પ્રથમ ભારતીય કેપ્યન બન્યો હતો. આ પહેલા 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ કોહલીની કેપ્ટનશિપમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો.