વિશાખાપટ્ટનમઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે.  72.2 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 250 રન છે. મયંક અગ્રવાલે કરિયરની પ્રથમ સદી ફટાકરી હતી. તેણે  206 બોલમાં સદી ફટકારી હતી.  હાલ રોહિત શર્મા 140 અને મયંક 107 રને રમતમાં છે. ભારતના બંને ઓપનર્સે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હોય તેવી આ 10મી ઘટના છે.


10મી વખત ભારતીય ઓપનરોએ કર્યુ કારનામું

ગત વર્ષે અફઘાનિસ્તાન સામે ભારતના ઓપનર શિખર ધવન અને મુરલી વિજયે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા સામે 9મી વખત વિરોધી ટીમના ઓપનરોએ સદી ફટકારી હતી. 2008-09માં ઓસ્ટ્રેલિયાની ફિલ હ્યુજીસ અને સાયમન કેટિચે સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બાદ સાઉથ આફ્રિકા સામે બંને ઓપનરોએ સદી મારી હોય તેવી ભારત ત્રીજી ટીમ બની છે.

સાઉથ આફ્રિકા સામે સર્વોચ્ચ ઓપનિંગ પાર્ટનરશિપ

રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડી (250 રન*) એ સાઉથ આફ્રિકા સામે સર્વોચ્ચ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ કર્યો છે. આ પહેલા રેકોર્ડ સેહવાગ-ગંભીરના નામે હતો. 2004-05માં તેમણે કાનપુરમાં 218 રનની ભાગીદારી કરી હતી.  બંને દેશો વચ્ચે સર્વોચ્ચ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટન અને એન્ડ્રૂ હડસનના નામે હતો. આ બંનેએ 1996-97માં કોલકાતામાં 236 રનની ભાગીદારી કરી હતી.આ રેકોર્ડને પણ રોહિત-મયંકની જોડીએ તોડ્યો હતો.

ભોપાલઃ નેતા-અધિકારીઓ સાથે બોલીવુડની આ અભિનેત્રીઓએ પણ માણ્યું હતું સેક્સ, જાણો ક્યાં ચાલતી કામલીલા ?   

બિહારઃ હજુ બે દિવસ પડશે ભારે વરસાદ, ચાર જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ