✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IndvsEng : ચેન્નઈમાં આજથી પાંચમી ટેસ્ટ, ભારત 4-0 માટે તો ઇંગ્લેન્ડ પ્રતિષ્ઠા માટે ઉતરશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Dec 2016 08:02 AM (IST)
1

ચેન્નઈઃ ભારતીય ટીમ આજથી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચેન્નઈમાં શરૂ થનારા પાંચમાં અને આખરી ટેસ્ટ મેચમાં જીત મેળવી સૌથી મોટી રેકોર્ડ જીત નોંધાવવાનો પ્રયત્ન કરશે. જ્યારે પ્રવાસી ટીમ આ સિરીઝમાં એકેય મેચ જીતી શકી નથી ત્યારે પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે તે મેચ જીતવાનો પ્રયાસ કરશે. ભારતે અગાઉથી જ સિરીઝ જીતી લીધી હોઈ આ મે આમ તો ઔપારિક બની ગઈ ચે પરંતુ ભારતને તેની વિજયકૂચ આગળ ધપાવવામાં તે મદદ કરશે. મેચ ચેપોક સ્ટેડિયમ ખાતે આજે 9.30 કલાકે શરૂ થશે.

2

વિરાટ કોહલી માટે આ ટેસ્ટમાં મેચમાં ગાવાસ્કરનો રેકોર્ડ તોડવાની તક છે. ગાવસ્કરે 1970-71માં પોતાની પ્રથમ સીરિઝમાં વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર 774 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો જે હજુ સુધી તૂટ્યો નથી. એટલુ જ નહી, ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં ગાવસ્કર એકમાત્ર એવો ખેલાડી છે જેને બે વખત એક સીરિઝમાં 700થી વધુ રન બનાવ્યા છે. નવી ભારતીય રન મશીન વિરાટ પાસે અંતિમ ટેસ્ટમાં ગાવસ્કરના રેકોર્ડને તોડવાની તક છે.

3

મુંબઇમાં ચોથી ટેસ્ટમાં પોતાની કારકિર્દીની બેસ્ટ 235 રનની ઇનિંગ રમનારા વિરાટ વર્તમાન સીરિઝમાં અત્યાર સુધી 640 રન બનાવી ચુક્યો છે, જેમાં બે સદી તેમજ બે અડધી સદી શામેલ છે. વિરાટને ગાવસ્કરનો રેકોર્ડ તોડવા માટે 135 રનની જરૂર છે. વિરાટ જે ફોર્મમાં ચાલી રહ્યો છે, તેને જોતા લાગે છે કે આ રેકોર્ડ તૂટી શકે છે પરંતુ વિરાટના આડે વરદા તોફાન આવી શકે છે જેને તાજેતરમાં જ તમિલનાડુમાં વિનાશ સર્જ્યો હતો અને તેની અસર ચેન્નાઇ ટેસ્ટમાં પણ જોવા મળી શકે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IndvsEng : ચેન્નઈમાં આજથી પાંચમી ટેસ્ટ, ભારત 4-0 માટે તો ઇંગ્લેન્ડ પ્રતિષ્ઠા માટે ઉતરશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.