સુરતના ભજિયાવાલાને ત્યાંથી 1.8 કરોડ રોકડા, 180 કિલો ચાંદી મળી
ફાયનાન્સરની 200થી વધુ પ્રોપર્ટી હોવાની આઇટીને શંકા છે. પરંતુ તે પૈકી અનેક પ્રોપર્ટી 6 વર્ષથી જુની છે આથી આવા કેસમાં આઇટી પાસે કોઈ ટેક્સ આવશે નહીં. આથી અધિકારીઓ બની શકે તેટલી રોકડ સિઝ કરવા મથી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાયનાન્સર ભજીયાવાલાની પુછપરછ દરમિયાન ઉધના ખાડીના કિનારે આવેલી એક બંધ ફેકટરીની માહિતી મળી હતી. ફેકટરી એક સરદારજીની હતી જેણે કિશોર ભજીયાવાલા પાસે વ્યાજે રૂપિયા લીધા હતા, જો કે, તે ભરપાઈ કરી શકતા સરદારજીએ આખી ફેકટરી આપી દીધી હતી. ફેકટરી બંધ હોય ફાયનાન્સરે તેમાં પહેલાં માળે એક ઓફિસ બનાવી હતી જેમાં જે લોકો વ્યાજે રૂપિયા લઈ જાય તેમની પાસે લીધેલાં જમીન, ફલેટ કે દુકાનોના ડોક્યુમેન્ટ વેર વિખેર જોવા મળ્યા હતા. લોકરની ચાવીઓ પણ પડી હતી. સાટાખત ઉપરાંત લોકો પાસેથી અડધી કિંમતમાં લઇ લીધેલાં મિલકતોના દસ્તાવેજ પણ હતા. એક અધિકારીએ કહ્યુ કે બધુ રીતે પડયુ હતેકે જાણે વર્ષોથી કોઇ સાફ-સફાઇ થઈ હોય. બધુ રદ્દી લાગી રહ્યુ હતુ પરંતુ તપાસ કરતાં 90 કરોડથી વધુના ડોક્યુમેન્ટ હોવાની શંકા છે. હજી અનેક દસ્તાવેજોની ચકાસણી બાકી છે એટલે ફિગર વધી શકે છે.
ફાયનાન્સરના પુત્ર જિગ્નેશની તબિયત લથડી, તેને ઉલટી થતાં અધિકારીઓએ 108 મંગાવવી પડી હતી. પ્રોપર્ટીની યાદી બનાવવા માટે ચાર પ્રકારની લિસ્ટ બનાવાઈ રહી છે. એક રિટર્ન પરની યાદી, એગ્રીમેન્ટની યાદી, સાડાખતની યાદી અને બાતમીની યાદી. અધિકારીઓને ઉધના ગામના મહોલ્લાવાસીઓ પણ સહકાર આપી રહ્યા હોવાનું ખુદ આઇટી સૂત્રોએ જણાવ્યુ હતુ. તપાસ દરમિયાન અનેકે કહ્યુ હતુ કે ભાઈ મંદિરમાં પણ ડોક્યુમેન્ટ રાખતા હતા. આથી આઇટીએ મંદિરમાં પણ તપાસ કરી હતી પરંતુ કંઇ મળ્યુ નહતુ.
આઇટીને માહિતી મળી હતી કે ફાયનાન્સર આઠમી નવેમ્બર બાદ ત્રણ બેગ લઇને ઉધનાની પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કમા પ્રવેશ્યો હતો. આથી અધિકારીઓએ બેન્કના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. જેમાં ખરાઈ પણ થઈ હતી. જો કે, ફાયનાન્સરે આવા કોઈ બેગ સાથે તે ગયો હોવાનું રટણ ચાલુ રાખ્યુ હતુ. આથી અધિકારીઓએ લોકર ઓપરેટ કરવાની શરૂઆત કરી હતી.
ફાયનાન્સર જે ડાયરીઓ બનાવતો હતો તેમાં જેને વ્યાજે રૂપિયા આપ્યા હોય તેનું ટુંકુ નામ અને ફિગર પણ ત્રણ આંકડામાં લખતોહતો. ધારોકે કોઇને એક લાખ આપ્યા હોય તો માત્ર 100 લખે. એક એન્ટ્રી થઈ ગયા બાદ આજુબાજુ જે જગ્યા બચે એમાં તે જય જલારામ લખતો હતો. જેથી એન્ટ્રી માં કોઈ ઉમેરો કરી શકે. ડાયરીના અડધા પેજમાં એન્ટ્રી કરવામાં આવતી હતી અને અડધુ પેજ છોડી દેવામાં આવતુ હતુ.
આઇટીએ ફાયનાન્સર પાસે કેટલી જમીન છે એની તપાસ માટે રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક કર્યો છે. કહેવાય છે કે નોટબંધી બાદ અને પહેલાં ફાયનાન્સરે તેના અને અન્યોના નામે જમીન લીધી છે. એક નામ કેટલીવાર આવે છે અને વેચનાર કે ખરીદનાર સરખા હોય એવા દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. ખાસ કરીને અધિકારીઓએ સિલેકટેડ એરિયમાં થયેલાં જમીનના સોદા પર નજર દોડાવી છે.
સુરતઃ આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગે ચા અને ભજીયા વેચી ફાયનાન્સર બનેલા ઉધનાના કિશોર ભજીયાવાલાને ત્યાં સર્ચ ઓપરેશનમાં ત્રીજા દિવસે ઉધના શાખાની પિપલ્સ કો.ઓપરેટિવ બેન્કના લોકરમાં રખાયેલાં રૂપિયા 1.06 કરોડ મળી આવ્યા હતા જેમાંથી બે હજારની કુલ 90 લાખના મુલ્યની નોટ હતી. ફાયનાન્સરના આજે કુલ પાંચ લોકર ઓપરેટ કરવામાં આવ્યા હતા જેમાં રોકડ ઉપરાંત સોનુ, ચાંદી, કિશાનવિકાસ પત્ર અને જ્વેલરી મળી કુલ રૂપિયા 14 કરોડની મત્તા હાથ લાગી હતી. પંચનામાં બાદ આઇટી બધુ સિઝ કર્યું હતું.
દરમિયાન આજે કિશોર ભજીયાવાલાની બંધ ફેકટરીમાં છુપી રીતે ચાલતી ઓફિસ પર પણ આઇટીની એક ટીમ પહોંચી હતી. જ્યાં દસ્તાવેજ, સાટાખત અને ચાવીઓ મળી આવી હતી. એક કરદાતાને ત્યાંથી આટલો મોટો દલ્લો મળી આવતા કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ પણ રસ દાખવ્યો છે. ઇડીના અધિકારીઓ મામલે સતત આઇટીના સંપર્કમાં હોવાની વાત સામે આવી છે. વિંગની તપાસ પુરી થતાં કેસ ઇડી હસ્તક જતો રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -