નવી દિલ્લીઃ  ચેતેશ્વર પુજારા અને મુરલી વિજયની સદીની મદદથી ભારતે ઇગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગ્સમાં ચાર વિકેટના નુકસાન પર 319 રન બનાવી લીધા હતા. હાલમાં વિરાટ કોહલી 28 અને અમિત મિશ્રા 0 રન પર રમતમાં છે. ચેતેશ્વરે 206 બોલનો સામનો કરીને 124 રન બનાવ્યા હતા જ્યારે મુરલીએ 301 બોલમાં 126 રન બનાવી આઉટ થયો હતો.

ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ કારકિર્દીની 11મી ટેસ્ટ સદી ફટકારી હતી જ્યારે મુરલી વિજયે સાતમી સદી ફટકારી હતી. આ અગાઉ ગઇકાલે ગંભીર 29 રને સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં એલબી આઉટ થયો હતો. આ પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટના ખઢેરી સ્ટેડિયમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડે  537 રન બનાવ્યા હતા.