યશસ્વી જયસ્વાલઃ 176 રનના ટાર્ગેટને હાંસલ કરતી વખતે યશસ્વી જયસ્વાલે અણનમ 105 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગ દરમિયાન 6 સિક્સ અને 8 ફોર મારી હતી. આ ઉપરાંત બોલિંગમાં પણ તેણે કમાલ દેખાડ્યો હતો. 3 ઓવરમાં 11 રન આપી તેણે પાકિસ્તાનના ઓપનર હૈદર અલીની વિકેટ લીધી હતી.
દિવ્યાંશ સક્સેનાઃ યશસ્વી જયસ્વાલ (105) અને દિવ્યાંશ સક્સેના (59)એ શાનદાર બેટિંગ કરતા ભારતને જીત અપાવી હતી. દિવ્યાંશ સક્સેનાએ ફિલ્ડિંગમાં પણ શાનદાર યોગદાન આપ્યું હતું. તેણે પાકિસ્તાનના મોહમ્મદ હેરિસનો અકલ્પનીય કેચ કરવા સહિત મેચમાં કુલ બે કેચ ઝડપ્યા હતા.
સુશાંત મિશ્રાઃ પાકિસ્તાનના ગઢમાં ગાબડાં પાડવાનું કામ સુશાંત મિશ્રાએ કર્યું હતું. તેણે પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ હુરાયરાને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. 8.1 ઓવરમાં 28 રન આપી તેણે 3 વિકેટ લીધી હતી.
રવિ બિશ્નોઈઃ પ્રથમ વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનના બેટ્સમેનો સેટ થવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે રવિ બિશ્નોઈ ત્રાટક્યો હતો અને તેણે 16 બોલ રમી ચુકેલા ફહાદ મુનીરે 0 રને આઉટ કરી પાકિસ્તાન પર દબાણ સર્જયુ હતું. 10 ઓવરમાં 46 રન આપી 2 વિકેટ લીધી હતી.
INDvNZ: આવતીકાલે પ્રથમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
2024માં મોદી નહીં આ નેતા બની શકે છે પ્રધાનમંત્રી, નામ જાણીને ચોંકી જશો
મોદી સરકારની અનોખી પહેલ, બિલ લો અને 1 કરોડનું ઈનામ મેળવો