સચિન-દ્રવિડ ન કરી શક્યા તે પૃથ્વી શૉએ કરી બતાવ્યું, ટેસ્ટ ડેબ્યૂમાં જ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
2013માં રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતામાં 177 રનની ઈનિંગ રમી શાનદાર ટેસ્ટ પ્રવેશ કર્યો હતો. પરંતુ સાતત્યભર પ્રદર્શનના અભાવે તે હજુ સુધી ટેસ્ટ ટીમનો હિસ્સો બની શક્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2013માં શિખર ધવને મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 187 રનની ધમાકેદાર ઈનિંગ રમી ટેસ્ટ પ્રવેશને યાદગાર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ પ્રવાસમાં કંગાળ દેખાવ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ધવનની હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેના સ્થાને પૃથ્વી શૉને તક આપવામાં આવી છે.
2001માં ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે પણ સાઉથ આફ્રિકા સામે 105 રનની ઈનિંગ રમી ધમાકેદાર ટેસ્ટ પ્રવેશ કર્યો હતો.
2010માં સુરેશ રૈનાએ પણ આવી સિદ્ધી મેળવી હતી. તેણે શ્રીલંકા સામે કોલંબોમાં 120 રન બનાવ્યા હતા.
1996માં ઈંગ્લેન્ડના લોર્ડ્સમાં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 131 રનની ઈનિંગ રમી હતી.
અઝહરુદ્દીન બાદ 1992માં સાઉથ આફ્રિકાના ડરબનમાં પ્રવીણ આમરેએ 103 રન બનાવ્યા હતા.
1984માં ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ઈંગ્લેન્ડ સામે ઈડન ગાર્ડનમાં 110 રનની ઈનિંગ રમી હતી.
ગુડપ્પા વિશ્વનાથે 1969માં કાનપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 139 રનની ઈનિંગ રમી હતી.
1964માં હનુમંત સિંહે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર 105 રન બનાવ્યા હતા.
અબ્બાસ અલી બેગે 1959માં ઈંગ્લેન્ડમાં 112 રનની ઈનિંગ રમી હતી.
લાલા અમરનાથે ઈંગ્લેન્ડ સામે ડિસેમ્બર 1933માં સદી ફટકારી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારા તે ભારતના પ્રથમ અને વિશ્વના 17માં ક્રિકેટર હતા. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનારા સૌ પ્રથમ ક્રિકેટર ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ બેનેરમેન હતા. તેમણે 1877માં આ સિદ્ધી મેળવી હતી.
અઝહરુદ્દીન બાદ 1992માં સાઉથ આફ્રિકાના ડરબનમાં પ્રવીણ આમરેએ 103 રન બનાવ્યા હતા.
એ.જી ક્રિપાલ સિંહે 1955માં હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે અણનમ 100 રન બનાવ્યા હતા.
રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કરનારા ભારતના યુવા ઓપનર પૃથ્વી શૉએ 99 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં 105 ક્રિકેટરો આવી સિદ્ધી મેળવી ચુક્યા છે. જેમાં ભારતના 14 ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. પૃથ્વી શૉ આ લિસ્ટમાં સામેલ થનારો ભારતનો 15મો અને ટેસ્ટ ક્રિકેટનો 106મો ખેલાડી બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -