વિજય હજારે ટ્રોફીઃ પંજાબની જીતમાં ચમક્યો વર્લ્ડ કપ વિજેતા ટીમનો આ ખેલાડી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Oct 2018 09:37 PM (IST)
1
જેના જવાબમાં રેલવેની ટીમ 44.3 ઓવરમાં 210 રન જ બનાવી શકી. ખરાબ પ્રકાશન કારણે મેચ રોકવામાં આવી ત્યારે સ્કોર મુજબ પંજાબ રેલવેથી 58 રન આગળ હતું અને તેને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
2
યુવરાજે તેની 121 બોલની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજ આઉટ થયા બાદ ગુરકીરત સિંહ માન (101) સદી પૂરી કરી અને ટીમનો સ્કોર 284 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
3
નવી દિલ્હીઃ વિજય હજારે ટ્રોફીની ગ્રુપ એની ત્રીજી મેચમાં પંજાબે રેલવેને વીજેડી નિયમ અંતર્ગત 58 રનથી હાર આપી હતી. મેચમાં તમામની નજર 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના વર્લ્ડ કપમાં ભારતની જીતમાં સિંહ ફાળો આપનારા યુવરાજ સિંહ પર હતી. તેણે દર્શકોને નિરાશ પણ નહોતા કર્યા. યુવરાજ સદીથી માત્ર 4 રન જ વંચિત રહી ગયો હતો.