નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલો બાદ 2 પાકિસ્તાની શૂટર્સને દિલ્હીના વીઝા ન આપવા પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘે ભારતમાં આગામી રમતોના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ IOCએ તમામ આંતરરાષ્ટ્રીય રમત સંઘોને અપીલ કરી છે કે, તે પણ ભારતમાં રમતના આયોજન પર પ્રતિબંધ લગાવે. દિલ્હીમાં ચાલી રહેર શૂટિંગ વર્લ્ડ કપ માટે બે પાકિસ્તાની શૂટર્સને ભારતના વીઝા આપવામાં આવ્યા ન હતા.




આ નિર્મય બાદ ઓલિમ્પિક કમિટીએ ભારત સાથે તમામ પ્રકારની વાતચીત બંધ કરી દીધી છે. સાથે જ ભારત પાસે ગેરેન્ટી માગવામાં આવી છે કે, જ્યાં સુધી તે ઓલિમ્પિક ચાર્ટરને પૂર્ણ કરવા માટે સરકારની મંજૂરી નહીં લે ત્યાં સુધી અહીં પણ કોઈપણ રમતનું આયોજન કરવામાં નહીં આવે.



કમિટીએ કહ્યું કે, પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા આવી રહેલ ખેલાડીઓને વીઝા ન આપવા ઓલિમ્પિક ચાર્ટના નિયમો વિરૂદ્ધ છે. ખેલાડીઓની સાથે કોઈપણ મેજબાન દેશ આ રીતે ભેદભાવ ન કરી શકે. કમિટીએ અંતિમ સમયે આ મામલે સમાધાનનો પ્રયત્ન કર્યો પરંતુ ભારત તરફથી પાકિસ્તાનના ખેલાડીઓને વીઝા ન આપવામાં આવ્યા. ત્યાર બાદ આઈઓસીએ આ નિર્ણય કર્યો છે. ઉપરાંત ભારત તરફથી આગામી રમતોના આયોજન કરવામાં માટે કરેલ અરજીઓને પણ હોલ્ડ પર રાખવામાં આવી છે.