ગુરુવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સિક્કીમ સામે 55 બોલમાં 147 રનની ઇનિંગ્સ રમી હતી. તેની આ ઇનિંગ્સની મદદથી ઇન્દોરમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 258 રન બનાવ્યા હતા. આ ભારતમાં ત્રીજો અને કુલ સાતમો બેસ્ટ ટી-20 સ્કોર છે. જવાબમાં સિક્કીમની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 104 રન બનાવી શકી હતી. મુંબઈનો આ મેચમાં 154 રને વિજય થયો હતો.
ઐયરે 147 રનની ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 38 બોલમાં 100 રન પુરા કર્યા હતા. આ ટી-20 ક્રિકેટમાં ચોથી સૌથી ફાસ્ટેસ્ટ સદી છે. રિષભ પંતે દિલ્હી તરફથી રમતા હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી, જે ભારતીય રેકોર્ડ છે. ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે. ગેઈલે 2013માં આરસીબી તરફથી રમતા પૂણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી.