IPL 10: દિકરા અબરામ સાથે કિંગ ખાને રાજકોટમાં આમ એંજોય કરી મેચ, ટાઈગર શ્રોફે કર્યુ પરફોર્મ

અબરામના ગળા પાસે ટેટૂ પણ જોવા મળ્યુ હતું.
મેચ પહેલા ટાઈગર શ્રોફે ખંઢેરીમાં ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યુ હતું. આ વખતે આઈપીએલમાં દરેક ટીમના હોમ ગ્રાઉંડમાં ઓપનિંગ સેરેમની થશે, એટલે કે આઠ ઓપનિંગ સેરેમની થશે. (તસવીરો-BCCI)
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો.(તસવીરો-BCCI)
IPL-10ની આ ત્રીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત લાયન્સને 10 વિકેટે હરાવ્યું હતું. 184 રનના પડકારને કોલકાતાએ 14.5 ઓવરમાં જ મેળવી લીધો હતો.(તસવીરો-BCCI)
ગુજરાત લાયંસના કેપ્ટન સુરેશ રૈનાએ આ મેચમાં 68 રને અણનમ રહ્યો હતો. અને કેકેઆરને 184 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. (તસવીરો-BCCI)
IPL ની સિઝન 10માં શુક્રવારે ગુજરાત લાયંસ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ હતી. આ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં યોજાઈ હતી. જેમાં પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા કિંગ ખાન શાહરૂખ ખાન પણ હાજર હતો અને તેની સાથે નાનો દિકરો અબરામ પણ હતો. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ જીતી હતી. (તસવીરો-BCCI)
જ્યારે ગુજરાત લાયંસને સપોર્ટ કરવા માટે અરબાઝ ખાન પહોંચ્યો હતો. (તસવીરો-BCCI)