IPL 11: આ છે સૌથી ‘વૃદ્ધ ટીમ’, ધોની-રૈના સહિત આ ખેલાડીઓની ઉંમર 30થી વધારે
જ્યારે દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ ટીમના કેપ્ટન ફાફ ડુપ્લેસિસ(33), કેદાર જાધવ (32) અંબાતી રાયડુ (32), સુરેશ રૈના (31 અને કર્ણ શર્મા (30) પણ ટીમનો હિસ્સો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાલુ વર્ષે ચેન્નઇ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને ફિરકી બોલર હરભજન સિંહને પણ ખરીદ્યો છે. હરભજનને 2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ ઉપરાંત શેન વોટ્સન અને બ્રાવોની પણ ઉંમર 36 વર્ષ છે.
સીએસકેમાં સૌથી ઉંમર લાયક ખેલાડી સાઉથ આફ્રિકાનો બોલર ઇમરાન તાહિર છે. જેની ઉંમર 38 વર્ષ છે, જ્યારે 29 વર્ષીય રવીન્દ્ર જાડેજા સૌથી યુવા છે.
ચેન્નઇનું સુકાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીના હાથમાં છે. હાલ ધોનીની ઉંમર 36 વર્ષ છે. ધોનીના નેતૃત્વમાં આ ટીમ 2 વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. ટીમના 11 ખેલાડીઓની સરેરાશ ઉંમર 34 વર્ષ છે, જ્યારે 10 ખેલાડી 30 વર્ષથી વધારે ઉંમરના છે.
બેંગલુરુઃ બેંગલુરુમાં હાલ આઈપીએલ-11 માટે ખેલાડીઓની બોલી લાગી રહી છે. ક્રિકેટનું સૌથી નાનું ફોર્મેટ આમ તો યુવા અને ફિટ ખેલાડીઓ માટે હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેનાથી ઉલટું આઈપીએલની ચેન્નઇ સુપર કિંગ્સ ટીમમાં ઉંમરલાયક ખેલાડીઓની ભરમાર છે. તેથી ચેન્નઇની ટીમને સૌથી વૃદ્ધ ટીમ કહી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -