રાજકોટની યુવતીને નવસારીના યુવક સાથે FB પર થયો લવ, બંને પરણ્યાં ને પછી આવ્યો અણધાર્યો વળાંક ?
ન્યાયાધિશે બંનેને છૂટાછેડા લઈ અલગ થઈને જીવન જીવવાની સલાહ આપતા કહ્યું કે બંનેને સમાધાન કરીને લગ્ન તોડી દેવાં જોઈએ. બંને યુવાન છે તે જોતાં લગ્ન તૂટી ગયા બાદ પણ તે બંને પોતાના ભવિષ્ય માટે કંઈક વિચારી શકે છે તે જોતાં તેમણે લગ્નજીવન સમાપ્ત કરી દેવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે લગ્નના બે મહિના બાદ બંને વચ્ચે માથાકૂટ શરૂ થઈ હતી અને વિખવાદો શરૂ થઈ ગયા હતા. યુવતીએ તેના પતિ વિરુદ્ધ ઘરેલુ હિસાનો ગુનો નોંધાવ્યો હતો. યુવતીએ તેના પતિની સાથે તેના ભાઈ અને સાસુ- સસરા વિરુદ્ધ પણ ગુનો નોધાવ્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટની ફેન્સી અને નવસારીમાં રહેતા જયદીપ સિંહની મુલાકાત વર્ષ 2011માં ફેસબુકના માધ્યમથી થઈ હતી. વર્ષ 2015માં બંનેએ પરિવારજનોની મંજૂરીથી લગ્ન કર્યા હતા. બંને જણા તે સમયે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યાં હતાં.
તેમણે કહ્યું કે, તે ફેસબુક પર નિર્ધારિત આધુનિક લગ્નોમાંથી એક છે, જેનું અસફળ થવું નક્કી છે. રાજકોટમાં રહેતી ફેંસી શાહ નામની યુવતીએ તેના સાસરિયા પક્ષ પર દહેજ માટે હેરાન કરવાના આરોપો લગાવ્યા હતા. તેની સામે સાસરિયાંએ અપીલ કરતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
આ કેસમાં રાજકોટની ફેન્સી શાહે પતિ જયદીપ શાહ અને સાસુ-સસરા પર દહેજ માટે ત્રાસ આપવાનો આક્ષેપ લગાવ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે, તેમનાં લગ્ન થયા અને બે મહિનાની અંદર જ તકલીફો થવા લાગી તેના કારણે હું એ તથ્ય પર ભાર મૂકીશ કે બંને પક્ષકારે આ મામલે સમાધાનનો પ્રયાસ કર્યો પણ લગ્ન ટકી ના શક્યા.
હાઈકોર્ટે કહ્યું છે કે, ફેસબુકના માધ્યમથી થનારા લગ્ન અસફળ થવા નક્કી છે. હાઈકોર્ટે આ કેસમાં આ દંપતિને પોતાનો લગ્નસંબંધ સમાપ્ત કરવાની સલાહ પણ આપી છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાએ આ ટિપ્પણી પોતાના 24 જાન્યુઆરીના આદેશમાં કરી છે. તેમણે ઘરેલુ હિંસાના કેસનો નિકાલ પણ કર્યો છે.
અમદાવાદઃ નવસારીના યુવકને રાટકોટની યુવતી સાથે ફેસુક પર મિત્રતા થઈ હતી. બંને પ્રેમમાં પડ્યાં ને પરિવારોની સંમતિથી પરણી ગયાં. પછી વિખવાદો શરૂ થતાં મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં યુવાઓની જીવનસાથી શોધવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની વધતી પ્રવૃત્તિ પર ગુજરાત હાઈકોર્ટે ગંભીર ટિપ્પણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -