IPL 2017: ગુજરાત લાયન્સને લાગ્યો મોટો ઝાટકો, આ દિગ્ગજ ખેલાડી ટીમમાંથી થયો બહાર, જાણો કારણ
જોકે ગુજરાત લાયન્સે મેક્કલમની જગ્યાએ કોને ટીમમાં સમાવશે તેની હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. સાથે જ ગુજરાત લાયન્સે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા બ્રૈંડન મેક્કલમ ઈજાને કારણે ટીમમાંથી બહાર થવાની જાણકારી આપી છે. બ્રૈંડન મેક્કલમે પણ ટ્વિટ દ્વારા પોતાની ટામના તમામ સાથી ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેક્કલમે ૧૧ મેચોમાં બે અડધી સદીની મદદથી ૩૧૯ રન બનાવ્યા છે. ગુરુવારે દિલ્હી ડેરડેવિલ્સ વિરુદ્ધ ફિલ્ડિંગ દરમ્યાન મેક્કલમના ડાબા પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી.
ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને બોલર મેક્કલમને ત્રણથી ચાર અઠવાડિયાના આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જેનાથી તેમની માંસપેશીઓની ઈજા વધે નહી.
બ્રૈંડન મેકકુલમ પગની માંસપેશીઓમાં ખેંચાણને કારણે ફાસ્ટ બોલર નાથુ સિંહની સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગની બાકીની મેચોથી બહાર થઇ ગયા છે.
નવી દિલ્હીઃ આઈપીએલ 2017માં ગુજરાત લાયન્સ મોટો ઝાટકો લાગ્યો છે. એક બાજુ ટીમનું પ્રદર્શન ખૂબ જ નબળું છે ત્યારે ટીમના દિગ્ગજ ખેલાડી બ્રૈંડન મેક્કલમને ઈજા થવાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. ગુજરાત લાયન્સ માટે આ ખરાબ સમાચરા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -