IPLના ઈતિહાસમાં પહેલીવાર બન્યો આવો અનોખો રેકોર્ડ, જાણો વિગતે
અહીંયાથી કેન વિલિયમ્સન અને યુસૂફ પઠાણે મળીને બાજી સંભાળી. વિલિયમસને પોતાની અર્ધીસદી પૂરી કર્યા બાદ આક્રામક કરન શર્માની ઓવરમાં ત્રણ સિક્સરો ફટકારી. બીજી બાજુ યુસૂફ પઠાણે પણ ઝડપથી રન બનાવ્યા. જોકે રસાકસીવાળી આ મેચ અંતમાં ચેન્નઈની ટીમ 4 રને મેચ જીતી લીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈએ 20 ઓવરમાં 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હૈદરાબાદ સંધર્ષ કરી રહી હતી.
ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને 10મી ઓવરમાં બીજા બોલ પર સારો શોટ માર્યો. બોલ મિડવેકેટ તરફ ગયો અને CSKના રવિન્દ્ર જાડેજાએ શાનદાર ડાઈવ મારીને બોલને બાઉન્ડ્રીને અડતા રોકી લીધો. જોકે બીજા ફિલ્ડર ડ્વેન બ્રાવોના હાથથી બોલ છૂટી ગયો અને પાછળ નીકળી ગયો. જાડેજા ફરીથી ઊભો થઈને આગળની તરફ ભાગવા લાગ્યો. જોકે ફાફ ડુ પ્લેસિસ તેના પહેલા બોલ સુધી પહોંચી ગયો પરંતુ ત્યાં સુધીમાં બેટ્સમેનો 4 રન દોડી ગયા હતા. આવું IPLમાં પહેલીવાર થયું છે જ્યારે બેટ્સમેનોએ 4 રન દોડીને બનાવ્યા હોય.
નવી દિલ્હીઃ આઈપીએલ 11 અંતર્ગત સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને ચેન્નઈ સુપરકિંગ્સની વચ્ચે હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડીયમમાં રમવામાં આવેલ ટી20 દરમિયાન પ્લેયર રવીન્દ્ર જાડેજાએ શાનદાર ફીલ્ડિંગ કરી હતી. જાડેજાએ લાંબી ડાઈવર લગાવીને બોલને બે વખત બાઉન્ડ્રી બહાર જતા રોક્યો. દર્શકોએ તેની શાનદાર ફીલ્ડિંગ જોઈને ખૂબ તાળીઓ પાડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -