IPL 2018: મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને જીતવા આપ્યો 168 રનનો ટાર્ગેટ, સૂર્યકુમાર યાદવના 72 રન
જયપુરમાં પણ મોટી સંખ્યામાં મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ હાજર રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારી શરૂઆત મળી હોવા છતાં મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી 6 ઓવરમાં ફાયદો ઉઠાવી શક્યું નહોતું. ઈશાન કિશને 42 બોલમાં 58 રનનું યોગદાન આપી બીજી વિકેટ તરીકે આઉટ થયો ત્યારે મુંબઈનો સ્કોર 14.2 ઓવરમાં 130 રન હતો. જે બાદ મુંબઈએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી.
જયપુરઃ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ આઈપીએલ કરિયરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર 72 રન નોંધાવી જયદેવ ઉનડકટનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશને આઈપીએલ-11માં અત્યાર સુધીની કોઈપણ મેચની 129 રનની સર્વશ્રેષ્ઠ પાર્ટનરશિપ નોંધાવી હતી.
રાજસ્થાન તરફથી આર્ચરે 3 વિકેટ લીધી હતી. આ ત્રણેય વિકેટ તેને 19મી ઓવરમાં મળી હતી. જેમાં પ્રથમ બોલ પર કૃણાલ પંડ્યા, ચોથા બોલ પર હાર્દિક પંડ્યા અને પાંચમા બોલ પર મેકલેથેનની વિકેટ ખેરવી હતી.ધવલ કુલકર્ણીએ મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની પ્રથમ ઓવરમાં જ લુઇસની વિકેટ લઈ રાજસ્થાનને સારી શરૂઆત અપાવી હતી. કુલકર્ણીએ 32 રનમાં 2 અને ઉનડકટે 31 રનમાં 1 વિકેટ લીધી હતી.
જયપુરમા ટોસ વખતે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા અને રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન અજિંક્ય રહાણે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -