ક્રિસ ગેલે ભારતના ક્યા સુપરસ્ટાર ક્રિકેટર સામે કર્યો વિશ્વાસઘાતનો આક્ષેપ? કઈ બે ઈચ્છા વ્યક્ત કરી?
જો આ આંકડા મારી કાબેલિયત સાબિત કરવામાં ઓછા હોય તો હું નથી જાણતો કે, મારે હજુ કેવો દેખાવ કરવો જોઇએ. ગેલે કહ્યું કે, હવે મારી બે ઇચ્છા છે એક તો કિંગ્સ ઇલેવન પંજાબને આઈપીએલમાં ચેમ્પિયન બનાવવી અને બીજું આગામી વર્ષે વેસ્ટ ઇન્ડીઝ ટીમને વર્લ્ડ કપ અપાવવો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલનો અડધો પડાવ પૂર્ણ થયો છે ત્યારે ગેલે આરસીબી દ્વારા તેને રિટેન ન કરાયા અંગે પ્રતિક્રિયા આપી છે. ગેલે કહ્યું કે, આરસીબી દ્વારા મને રિટેન ન કરવો દુઃખદ હતું. મેં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનો પુરાવો મારી ૨૧ સદી અને સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે.
આઈપીએલમાં અંતિમ સમયે ગેલને કિંગ્સ ઈલેવન પંજાબે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગેલે પોતાની પસંદગીને યોગ્ય ઠેરવતાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનની ચાર મેચમાં ૨૫૨ રન બનાવ્યા છે. જેમાં એક સદી અને બે અર્ધી સદી સામેલ છે.
આઈપીએલ ઓક્શનમાં પણ મારામાં આરસીબીએ રસ ના બતાવ્યો ત્યારે હું સમજી ગયો કે, આરસીબી મને ટીમમાં સામેલ કરવાના મૂડમાં નથી. મને આઘાત એ વાતનો લાગ્યો કે, વચન નહીં પાળ્યા પછી આરસીબી મેનેજમેન્ટનો મને કોઈ ફોન આવ્યો નહોતો અને તેમણે મને જાણ કરવાનું સૌજન્ય પણ ના દાખવ્યું.
ગેલે દાવો કર્યો છે કે, આરસીબીએ નિલામી પહેલાં ફોન કરી મને રિટેન કરવાનો ભરોંસો આપ્યો હતો પરંતુ પછીથી બીજા ખેલાડીઓને રીટેન કરાયા ત્યારે મને આંચકો લાગેલો. રિટેન કરવાનો સમય જતો રહ્યો પછી મને ફોન કરીને એવું કહેવાયેલું કે, આઈપીએલ ઓક્શનમાં આરસીબી દ્વારા મનેને રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ખરીદી લેવાશે.
ક્રિસ ગેલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)ના મેનેજમેન્ટ પર વિશ્વાસઘાતનો આક્ષેપ મૂક્યો છે. ગેલે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ નથી આપ્યું પણ તેનો ઈશારો રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)ના કેપ્ટન વિરાટ કોહલી તરફ હોવાનું મનાય છે. ગેલનો દાવો છે કે તેને રીટેઈન કરવાનું વચન આપીને આરસીબી ફરી ગઈ.
બેંગલુરૂઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 11માં સૌથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરબીસી)એ ક્રિસ ગેલને રિટેન ન કર્યો તેના કારણે ક્રિકેટ ચાહકોને સૌથી મોટો આંચકો લાગ્યો હતો. ગેલ જેવા ખેલાડીને કેમ ના જાળવવામાં આવ્યો એ સવાલ સૌને સતાવી રહ્યો છે ત્યારે હવે આ મામલે ક્રિસ ગેલે મોં ખોલ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -