IPL 2018: ચેન્નઈની જીત સાથે બન્યો અનોખો રેકોર્ડ, IPLના ઇતિહાસમાં પ્રથમ વખત બની આવી ઘટના, જાણો વિગત
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે ચેન્નઈમાં રમાયેલી મેચમાં કોલકાતાને 5 વિકેટથી હાર આપી હતી. 203 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત સારી થઈ હતી પરંતુ વચ્ચે ઈનિંગ થોડી લથડી હતી. પરંતુ છેલ્લી ઓવરના 5માં બોલ પર રવિન્દ્ર જાડેજાએ સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેન્નઇની જીતવા અંતિમ ઓવરમાં 17 રનની જરૂર હતી. ત્યારે બ્રાવો અને જાડેજાએ 1-1 સિક્સર ફટકારીને ચેન્નઇને જીત અપાવી હતી.
ચેન્નઈની જીતનો હીરો સેમ બિલિંગ્સ અને શેન વોટસન રહ્યા. બિલિંગ્સે 23 બોલમાં 2 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 53 રનની ઈનિંગ રમી. શેન વોટસને 19 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું.
વર્તમાન સીઝનમાં પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 1 વિકેટથી હરાવ્યું હતું. બીજી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની 6 વિકેટે જીત થઈ હતી. ત્રીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની 4 વિકેટ જીત થઈ હતી. ચોથી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાનને 9 વિકેટથી હાર આપી હતી. મંગળવારે રમાયેલી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે કોલકાતાને 5 વિકેટથી હરાવ્યું હતું.
203 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સે 1 બોલ બાકી હતો ત્યારે 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવી મેચ જીતી લીધી હતી. ચાલુ સીઝનમાં ચેન્નઈની આ સતત બીજી જીત છે.
તેની સાથે જ આઇપીએલમાં એક નવો ઈતિહાસ રયાચો છે. અત્યાર સુધી આઈપીએલની કુલ પાંચ મેચ રમાઈ છે અને પાંચેય મેચ બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમો જીતી છે. આ પહેલા 2016ની સીઝનની શરૂઆતની સતત ત્રણ મેચ બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમો જીતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -