સદી ફટકારતાં પહેલા અંબાતિ રાયડુને ધોનીએ ધમકાવ્યો હતો, જાણો વિગત
પુણેઃ આઈપીએલ 2018માં ચેન્નાઈ સુપરકિંગ્સ વતી રમી રહેલા અંબાતી રાયડુ ગજબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રાયડુએ ચાલુ સીઝનમાં ચેન્નાઈ વતી 48.63ની સરેરાશથી 535 રન બનાવ્યા છે. રવિવારે સાંજે તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાયડુ અનેક વાર મેદાન પર ખેલાડીઓ અને એમ્પાયરો સાથે બાખડી ચૂક્યો છે. 2005માં તે પૂર્વ ક્રિકેટર શિવલાલ યાદવના પુત્ર અર્જુન સાથે ઝઘડી પડ્યો હતો. અર્જુને રાયડુ પર સ્ટીકથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત રાયડુએ એક વૃદ્ધ સાથે પણ મારપીટ કરી હતી. જેના કારણે તની ઘણી આલોચના થઈ હતી.
રાયડુ જ્યારે સદીની નજીક પહોંચ્યો ત્યારે તે આઉટ થતાં બચ્યો હતો. જ્યારે તે 98 રન પર હતો ત્યારે એક શોટ હવામાં ઉછાળ્યો હતો, પરંતુ તે ફિલ્ડર સુધી પહોંચ્યો નહોતો. જે બાદ નોન સ્ટ્રાઇકર પર રહેલો ધોની તેની પાસે ગયો અને સિંગલ લઈને સદી ફટકારવાની સલાહ આપી.
હોટલ સ્ટાફે રાયડુને બિરયાની લઈ જવાથી અટકાવી દીધો હતો. જેના કારણે ધોની ભડકી ગયો હતો અને સમગ્ર ટીમ સાથે હોટલમાંથી ચેકઆઉટ કરી દીધું હતું. જોકે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ નહોતી.
ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન એમ એસ ધોનીએ એક સમયે અંબાતિ રાયડુ માટે હોટલ પણ છોડી દીધી હતી. વર્ષ 2014માં આઈપીએલ દરમિયાન ચેન્નાઈની ટીમ હૈદરાબાદમાં હતી અને રાયડુ ટીમ માટે બિરયાની બનાવીને લાવ્યો હતો.
પરંતુ આ વખતે નાયડુ કોઈ સાથે બબાલ નહીં પરંતુ તેના આઈપીએલ પ્રદર્શનના કારણે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ તેને ટીમ ઈન્ડિયામાં 2 વર્ષના ગાળા બાદ સ્થાન મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -