ફાઈનલમાં ધોનીએ તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, જાણો વિગતે
ધોનીએ રોબિન ઉથપ્પા (32)ને પાછળ છોડી દીધો. ધોનીના નામ પર 33 સ્ટમ્પિંગ છે, જ્યારે દિનેશ કાર્તિક 30 સ્ટમ્પિંગ સાથે ત્રીજા નંબર પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિલિયમ્સનને સ્ટમ્પ આઉટ કરતાની સાથે જ ધોનીના નામે આઈપીએલમાં સર્વાધિક સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ નોંધાઈ ગયો હતો.
ચેન્નાઈ માટે ખતરનાક બની રહેલ વિલિયમ્સનને મહેન્દ્રસિંહ ધોનીએ કર્ણ શર્માની બોલ પર સ્ટમ્પ આઉટ કરીને પોતાના નામે એક રેકોર્ડ નોંધાવ્યો હતો.
હૈદરાબાદ તરફથી કેપ્ટન વિલિયમ્સને 47 અને પઠાણે 45 રનની ઈનિંગ રમી, જ્યારે ચેન્નાઈ તરફથી એકમાત્ર વોટ્સને જ એકલા હાથે હૈદરાબાદની ધોલાઈ કરતાં 117* રનની ઈનિંગ રમી નાંખી હતી.
ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદે છ વિકેટ પર 178 રન બનાવ્યા, જેને ચેન્નાઈએ 18.3 ઓવરમાં જ બનાવીને આઠ વિકેટે જીત મેળવી લીધી. આ સાથે જ ધોનીની કેપ્ટનસીમાં સીએસકે ત્રીજી વખત ચેમ્પિયન બની ગઈ હતી.
મુંબઈઃ એવું ક્યારેક જ બને જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ઉતરે અને એક પણ રેકોર્ડ પોતાના નામે ન કરે. ક્યારેક બેટિંગથી તો ક્યારે વિકેટની પાછળ, ધોની કોઈને કોઈ રેકોર્ડ પોતાના નામે કરી લે છે. સનરાઈઝર્સ હૈદ્રાબાદા વિરૂદ્ધ મુંબઈમાં રમાયેલ ફાઈનલ મેચમાં પણ તેણે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -