IPL 2018 ફાઇનલઃ વોટ્સનના વાવાઝોડામાં ઉડ્યું હૈદરાબાદ, ચેન્નાઈ બન્યું ત્રીજી વખત ચેમ્પિયન
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનના વિજેતા બનવા મેદાને ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 179 રનનો ટાર્ગેટ 18.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. શેન વોટસન 10 બોલ સુધી ખાતું ખોલાવી શક્યો નહોતો, જે બાદ તેણે માત્ર 33 બોલ અડધી સદી અને 51 બોલમાં સદી ફટકારી હતી. વોટસન 117 રન બનાવી અણનમ રહ્યો હતો. જેમાં તેણે 11 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેન્નાઈ વતી જાડેજા, બ્રાવો, ઠાકુર, એન્ગિડી, કર્ણ શર્મા તમામે 1-1 વિકેટ લીધી હતી.
આજની ફાઇનલ પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ સીઝનમાં 3 મેચ રમાઈ છે. ત્રણેય મેચમાં ચેન્નાઈની જ જીત થઈ છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 9 વખત મુકાબલો થયો છે, જેમાંથી 7 વખત ચેન્નાઈ અને 2માં હૈદરાબાદની જીત થઈ છે.
ધોની 8મી વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચનારો પ્રથમ ખેલાડી બન્યો છે. તે આવું કારનામું કરનાર આઈપીએલનો પહેલો એકમાત્ર ખેલાડી છે. ધોની આ પહેલા 2008, 2010, 2011, 2012, 2013 અને 2015માં ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમીને આઈપીએલની ફાઈનલમાં પહોંચ્યો હતો. જ્યારે ગત વર્ષે વર્ષ 2017માં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ તરફથી રમીને પણ તે ફાઈનલમાં પહોંચ્યો હતો. 2018માં ફરી ચેન્નાઈ સુપર કિંગ્સ વતી તે ફાઇનલમાં રમ્યો છે.
મેચ પહેલા પ્રેક્ટિસ કરતાં ચેન્નાઈના ખેલાડીઓ
આ પહેલા આજે સાંજે આઈપીએલ 2018ની ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા. હૈદરાબાદ વતી કેપ્ટન કેન વિલિયમસને 47 રનનું યોગદાન આપ્યું હતું. યુસુફ પઠાણ 25 બોલમાં 45 રન બનાવી અણનમ રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -