IPLમાં 2013 પછી પ્રથમ વખત હૈદરાબાદની ટીમ આ બે ટોપ ક્રિકેટર સિવાય મેદાનમાં ઉતરી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Apr 2018 04:18 PM (IST)
1
વોર્નરની કેપ્ટનશિપમાં સનરાઇઝર્સ હૈદરાબાદ એક વખત આઇપીએલ ચેમ્પિયન બન્યું હતું.
2
જ્યારે ડેવિડ વોર્નરને બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિ જાહેર કરવામાં આવ્યા બાદ તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે તે હાલ આઈપીએલ રમી રહ્યો નથી.
3
શિખર ધવનને ગત મેચમાં ઈજા થઈ હતી. જેના કારણે તે આજની મેચમાં રમી રહ્યો નથી. ધવન ઇજાગ્રસ્ત થવાના કારણે સનરાઇઝર્સને મોટો ફટકો પડ્યો છે.
4
હૈદરાબાદઃ IPL-11ની આજની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને ચેન્નાઈ વિરુદ્ધ પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. હૈદરાબાદની ટીમ આઈપીએલમાં 2013 પછી પ્રથમ વખત પ્લેઇંગ ઇલેવનમાં તેના બે ટોચના ક્રિકેટરો વગર જ રમી રહી છે.