IPL 2018: હૈદરાબાદને ન ફળી આ ગુજરાતી ખેલાડીની હાજરી, ફાઈનલ મેચમાં પ્રથમ વખત બન્યું આવું, જાણો વિગત
2007માં જ્યારે ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે યૂસુફ ટીમનો હિસ્સો હતો, તે ઉપરાંત વર્લ્ડકપ 2011માં પણ યૂસુફ ટીમમાં હતો અને ભારત ચેમ્પિયન બન્યું હતું. માત્ર ટીમ ઈન્ડિયા માટે જ નહી, તે ઉપરાંત આઈપીએલમાં પણ યૂસુફ પઠાણનો લકી ચાર્મ ચાલ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે ખેલાડી બીજો કોઈ નહી પરંતુ ગુજરાતી ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ છે. આઈપીએલ 2018ની ફાઇનલ પહેલાં પઠાણ અત્યાર સુધી જે પણ ટીમ માટે ફાઈનલ રમ્યો છે, તે ટીમ જીતી છે, પછી ભલે તે આઈપીએલની મેચ હોય કે, ઈન્ટરનેશનલ ક્રિકેટની.
ધોનીની ટીમે 2007માં ટી-20 વિશ્વ કપ જીત્યો, 2011માં વન ડે વર્લ્ડ કપ વિજેતા બની, આઈપીએલમાં 2008માં રાજસ્થાન ચેમ્પિયન બન્યું, 2012 અને 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ વિજેતા બન્યું તેમાં એક વાત કોમન હતી. વિજેતા ટીમમાં એક ગુજરાતી ખેલાડી હતો.
યૂસુફ પઠાણ ભારત વતી અંતિમ ટી-20 30 માર્ચ., 2012ના રોજ સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો.
2008માં રાજસ્થાન ચેમ્પિયન બન્યુ તો યૂસુફ ટીમનો હિસ્સો હતો, તે ઉપરાંત 2012 અને 2014માં કોલકાતા ચેમ્પિયન બન્યું ત્યારે પણ યૂસુફ પઠાણ ટીમમાં હતો.
આ વખતે આ ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમતો હોવાથી તે ચેન્નાઈ પર ભારે પડશે તેમ લાગતું હતું, પરંતુ આ વખતે એમ ન થયું અને વોટ્સનની સદીની સદદથી ધોની સેના વિજેતા બની.
રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પઠાણ 25 બોલમાં 45 રન બનાવી અણનમ રહ્યો હતો. જેના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ 178 રનનો સ્કોર બનાવી શકી હતી, પરંતુ ચેન્નાઈના બેટ્સમેન શેન વોટ્સને સદી ફટકારી ધોનીની ટીમને વિજેતા બનાવતાં ઇતિહાસ રચાઈ શક્યો નહોતો.
મુંબઈઃ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી આઈપીએલ 2018ની ફાઈનલમાં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 2 વિકેટથી હાર આપી ખિતાબ જીત્યો હતો. ધોની સેના ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -