IPL 2018: સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવનારા રાહુલના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો વિગત
કેએલ રાહુલે ચાલુ સીઝનની શરૂઆતમાં જ 14 બોલમાં ફિફ્ટી લગાવીને આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ મંગળવારે સાંજે તેણે સીઝનની સૌથી ધીમી અડધી સદી બનાવી હતી. રાહુલે 48 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ પહેલા રેકોર્ડ મનીષ પાંડેના નામે હતો. તેણે પણ 48 બોલમાં જ 50 રન બનાવ્યા હતા. આમ મનીષ અને રાહુલના સંયુક્ત નામે આ રેકોર્ડ થઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળવારે મેચ બાદ રાહુલને અભિનંદન આપતો રાજસ્થાનનો કેપ્ટન રહાણે.
જયપુરઃ IPL-11ના 40મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 15 રને હરાવ્યું હતું. 159 રનના ટાર્ગેટનો પીછો કરતાં પંજાબની ટીમ 7 વિકેટના નુકસાને 20 ઓવરમાં 143 રન બનાવી શકી હતું. પંજાબ વતી કેએલ રાહુલે એકલા હાથે લડત આપી હતી. તે સતત બીજી મેચમાં ફિફ્ટી મારતાં 95 રને નોટઆઉટ રહ્યો હતો. રાહુલને બાદ કરતાં કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. જયપુરમાં પંજાબની સતત પાંચમી હાર થઈ છે. રાજસ્થાને જીત સાથે જ પ્લેઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી છે. આ મેચમાં કેએલ રાહુલે એક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો હતો.
કેએલ રાહુલે આઈપીએલ કરિયરમાં પ્રથમ વખત 400 રનનો આંકડો પાર કર્યો છે. 95 રનની ઇનિંગ સાથે જ રાહુલને 457 રન બનાવી ઓરેન્જ કેપ પર કબજો કરી લીધો છે. આ પહેલા 2016માં રાહુલે 397 રન બનાવ્યા હતા.
રન ચેઝ કરતી વખતે કેએલ રાહુલની 95 રનની ઇનિંગ પણ કામ ન આવી, આ પહેલા અસફળ ચેઝમાં સૌથી મોટો સ્કોર નમન ઓઝાના નામે હતો. તેણે 2010માં રાજસ્થાન વતી રમતી વખતે ચેન્નાઈમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
કેએલ રાહુલે મંગળવારે સાંજે 70 બોલમાં અણનમ 95 રનની ઈનિંગ રમી. જે તેનો આઈપીએલ કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ઉપરાંત કેએલ રાહુલે આઈપીએલ કરિયરની 8મી ફિફ્ટી પણ ફટકારી હતી.
પંજાબનો કેપ્ટન રવિચંદ્રન અશ્વિન 3 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. ટી-20 ક્રિકેટમાં દરેક નંબર પર બેટિંગ કરનારો તે એકમાત્ર બેટ્સમેન બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -