IPL 2018: હૈદરાબાદના કેપ્ટન તરીકે કેન વિલિયમસનના નામની થઈ જાહેરાત
મુંબઈઃ બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે રાજસ્થાન રોયલ્સની કપ્તાની છોડવી પડી છે. જે બાદ ડેવિડ વોર્નરે પણ આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશિપમાંથી હાથ ધોવા પડ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્મિથને હટાવ્યા બાદ રાજસ્થાને અજિંક્ય રહાણેને નવો કેપ્ટન બનાવ્યો છે. આજે હૈદરાબાદના કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનના નામની જાહેરાત કરવામાં આવી છે.
ઈન્ડિયન પ્રીમિયલ લીગની 11મી સીઝનની શરૂઆત 7 એપ્રિલથી થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ દિવસે ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની થશે. જે બાદ વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને બે વખતની ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. 27 મે સુધી ક્રિકેટનો મહાકુંભ ચાલશે.
આઈપીએલમાં ધોની-ચેન્નઈ સુપર કિંગ્સ, વિરાટ કોહલી-રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગૌતમ ગંભીર-દિલ્હી ડેરડેવિલ્સ, રોહિત શર્મા-મુંબઈ ઈન્ડિયન્સ, રવિચંદ્રન અશ્વિન-કિંગ્સ ઇલેવન પંજાબ, દિનેશ કાર્તિક-કોલકાતા નાઇટ રાઇડર્સ, અજિંક્ય રહાણે-રાજસ્થાન રોયલ્સના નામની કેપ્ટન તરીકે જાહેરાત કરવામાં આવી છે.
જો શિખર ધવન હૈદરાબાદનો કેપ્ટન બનાવાયો હોત તો આઈપીએલના છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં તમામ ટીમના કેપ્ટન ભારતીયો હોય તેવું પ્રથમ વખત બનત.
શિખર ધવન હૈદરાબાદ વતી આઈપીએલની 6 સીઝન રમી ચૂક્યો છે. તેની પાસે 127 આઈપીએલ મેચનો અનુભવ છે. તે 2013 અને 2014માં કેટલીક મેચોમાં ટીમની કપ્તાની કરી ચૂક્યો હોવાથી કેપ્ટનશિપનો સૌથી પ્રબળ દાવેદાર હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -