બોલ ટેમ્પરિંગ બાદ લાગેલા પ્રતિબંધથી સ્મિથ અને વોર્નરને કેટલું થશે નુકસાન ? જાણો વિગત
સ્મિથ અને વોર્નર ક્રિકેટ વર્લ્ડની મોટા નામ છે અને બંને અનેક મોટી કંપનીઓ અને બ્રાંડ્સ સાથે સંકળાયેલા છે. બંને ઘણી પ્રોડક્ટને એન્ડોર્સ કરે છે, જે બદલ તેમને મોટી રકમ મળે છે. બંને પર એક વર્ષનો પ્રતિબંધ મુકાયા બાદ અનેક બ્રાંડ્સ દ્વારા તેમનો કોન્ટ્રાક્ટ આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. જેનાથી બંનેને જંગી નાણાકીય નુકસાન થશે.
સ્મિથ ઓસ્ટ્રેલિયાની જાણીતી કંપની સેનેટરિયમનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને હવે તે પણ સ્મિથને પડતો મૂકી શકે છે. સ્મિથ પર મેચ અધિકારીઓ તથા અન્યોને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનો પણ આરોપ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ કોન્ટ્રાકટ, મેચ ફી અને આઈપીએલ કોન્ટ્રાક્ટથી થનારી કમાણીનો સરવાળો કરવામાં આવે તો સ્મિથને એક વર્ષમાં આશરે 23 કરોડ રૂપિયાનું નુકસાન થશે. જ્યારે વોર્નરને આશરે 20 કરોડ રૂપિયોનો ફટકો લાગશે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામે સીરિઝની ત્રીજી ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગમાં દોષી જાહેર થયા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. હવે કાંગારુ ટીમે આગામી એક વર્ષ સુધી આ બંને ધૂરંધરો વગર જ મેદાનમાં ઉતરવું પડશે. આ બંને પાસેથી આઈપીએલની કેપ્ટનશિપ પણ છીનવી લેવામાં આવી છે. ઉપરાંત આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ સ્પષ્ટતા કરી છે કે સ્મિથ, વોર્નર ચાલુ વર્ષે આઇપીએલમાં હિસ્સો નહીં લઈ શકે.
સ્મિથ અને વોર્નર જૂન 2018 ઇંગ્લેન્ડ 5 વન-ડે અને 1 ટી20, જુલાઈ 2018 ઝિમ્બાબ્વે 1 ટેસ્ટ, 3 વન-ડે, ઓગસ્ટ 2018 બાંગ્લાદેશ 2 ટેસ્ટ, 3 વન-ડે , ઓક્ટોબર 2018 પાકિસ્તાન 5 વન-ડે, 1 ટી20, નવેમ્બર 2018 દ.આફ્રિકા 5 વન-ડે, 3 ટી20, નવેમ્બર 2018 ભારત 4 ટેસ્ટ, જાન્યુઆરી 2019 શ્રીલંકા 2 ટેસ્ટ, 3 વન-ડે, ફેબ્રુઆરી 2019 ભારત 5 વન-ડે, 2 ટી20, માર્ચ 2019 પાકિસ્તાન સામે 3 ટેસ્ટ મળી કુલ 12 ટેસ્ટ મેચ, 26 વનડે અને 10 ટી20 મેચ ગુમાવશે.